મોટી મોરી ગામ નજીક ડુંગર પર આગ ભભૂકી ઉઠતા વનરાજી આગમાં ખાખ

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે.
તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં લાગતી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ પેદા થઇ રહી છે મેઘરજ નજીક મોટી મોરી ગામના ડુંગર પર લાગેલી આગ ઝડપથી પ્રસરતા હજ્જારોની સંખ્યામાં વનરાજી બળીને ખાખ થઈ હતી.
મેઘરજના મોટી મોરી ગામ નજીક આવેલા ડુંગર પરના જંગલોમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા ગ્રામજનો અને વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનસ્થળે પહોંચી આગ પર લોકોના સહયોગ થી કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા જંગલમાં લાગેલી આગથી વનરાજી બળીને ખાખ થઈ હતી સતત અરવલ્લી જિલ્લામાં ડુંગર વિસ્તાર અને જંગલમાં લગતી આગ થી વનસંપદા સહીત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે.
અરવલ્લી જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા વનવિભાગ તંત્ર નિષ્ફળ તંત્ર બની રહ્યું છે.