મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે
અમદાવાદ: દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમનું ૨૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે. ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચ રમાશે. ઉદ્ધાટન સમયે અને ય્ઝ્રછના હોદ્દેદારો હાજર રહેવાના છે. જે માટે આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદ પહોંચી જશે અને ૨૧ માર્ચ સુધી ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ અમદાવાદમાં રોકાશે. જે માટે આજથી જ સ્ટેડિયમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
૨૪ ફ્રેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાનાર છે. જે માટે મેચની ટિકિટનું ઑનલાઈન બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. તો ૨૦ ફેબ્રુઆરીથી મોટેરા સ્ટેડિયમની બોક્સ ઓફિસથી ટિકિટનું ઓફલાઈન વેચાણ પણ શરૂ થઈ રહ્યું છે.
આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન થશે. આવતીકાલે સાંજે સ્પેશિયલ ચાર્ટર પ્લેનથી બંને ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી જશે. ૨૧ માર્ચ સુધી ભારત અને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ અહી જ રોકાશે.
તો આ માટે ૧૯ ફેબ્રુઆરીથી બંને ટીમના ખેલાડી પ્રેક્ટિસ શરૂ કરશે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલમાં તમામ પ્લેયર્સ રોકાશે. ૨૪ ફ્રેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં રમાશે. બે ટેસ્ટ મેચ બાદ મેચનું પણ અમદાવાદના મોટેરા ક્રિકેટ મેદાનમાં રમાશે. ૧૨, ૧૪, ૧૬, ૧૮ અને ૨૦ માર્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ ્૨૦ મેચનું આયોજન કરાયું છે.
તો ભારત દૃજ ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની ટિકિટનું ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વેચાણ કરાશે. ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થતી પિંક બોલ-ડે નાઈટ ત્રીજી ટેસ્ટ મેચની ટિકિટ મોટેરા સ્ટેડિયમ ખાતેથી પણ મળી રહેશે. ૨૦ ફેબ્રુઆરીથી મોટેરા સ્ટેડિયમની બોક્સ ઓફિસેથી ટિકિટનું ઓફલાઈન વેચાણ કરાશે.
જ્યાં સુધી ટિકિટ હશે ત્યાં સુધી અથવા મેચના આગલા દિવસ એટલે કે ૨૩ ફેબ્રુઆરી સુધી ઓફલાઈન ટિકિટનું વેચાણ થનારું છે. જાેકે, આ બાબતની ખાસ નોંધ લેવી પડશે કે, મેચના દિવસે એટલે કે ૨૪ ફેબ્રુઆરીએ ટિકિટનું વેચાણ મોટેરા સ્ટેડિયમ ખાતે નહિ કરવામાં આવે. ૨૪ ફેબ્રુઆરીએ ટિકિટ બાકી રહી હશે
તો નવરંગપુરા સ્ટેડિયમ કમ્પાઉન્ડ ખાતેથી ટિકિટનું વેચાણ કરાશે.
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ મેચની ટિકિટ ઑનલાઈન બુક કરાવવી પડશે. સાથે જ પાર્કિંગનો સ્લોટ પણ ઑનલાઈ બુક કરાવવો પડશે. એપના માધ્યમથી પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ટુ વ્હીલર માટે ૩૦ રૂપિયા જ્યારે કાર માટે ૧૦૦ રૂપિયા પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. પાર્કિંગ માટે ૨૭ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
જાે અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હશે તો વાહન ટૉ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસના ૧૧૫૫ અધિકારી – કર્મચારી તૈનાત રહેશે.