મોટેરા સ્ટેડિયમને મળી ગઇ BU પરમિશન
અમદાવાદ, અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીને આવકારવા અમદાવાદની કાયાપલટ થઇ રહી છે. 24મી તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવાનાં છે. આજે મનપા દ્વારા મોટેરા સ્ટેડિયમને બીયુ પરમિશન આપવામાં આવી છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી. જેમાં કમિશનરે જણાવ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમને વિશ્વની અગ્રણી કંપનીએ ડિઝાઇન કર્યું છે.
મોટેરા સ્ટેડિયમનું 64 એકરમાં બાંધકામ કરવમાં આવ્યું છે. સાથે જ સ્ટેડિયમમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે. તેમજ વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 125 જેટલા હાઈડ્રેડ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. 64 એકર જમીનમાં આ સ્ટેડિયમમાં 700 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1 લાખ 10 હજાર લોકો બેસીને ક્રિકેટની મજા લઇ શકે છે. આ સ્ટેડિયમનું ઉદઘાટન થયા બાદ ક્રિકેટ જગતને અમદાવાદ તરફથી એક નવો નજારો મળશે.
આ સ્ટેડિયમ મોટેરા વિસ્તારમાં છે, જેનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે. એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતુ આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ મોટુ હશે. આ સ્ટેડિયમની ખાસ વાત એ છે કે આ પુરું સ્ટેડિયમ 64 એકર જમીન પર બનાવવામાં આવ્યુ છે.