મોટેરા સ્ટેડિયમમાં સવારથી જ સાંસ્કૃતિક કાર્યક્રમ
(પ્રતિનિધિ) અમદાવાદ, મોટેરા સ્ટેડિયમમાં ગુજરાતના અનેક દિગ્ગજ કલાકારો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા ઉપÂસ્થત દર્શકોને ગુજરાતની સંસ્કૃતિનું ઝાંખી કરાવતા આ કાર્યક્રમમાં કિંજલ દવે, ભારતી ગોહિલ સહિતના નામાંકિત કલાકારો પરફોર્મ કરી રહયા છે. સવારે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોક ગાયિકા કિંજલ દવે એ સાંસ્કૃતિક ગુજરાતી ગીતો ગાઈ ઉપસ્થીત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
સ્ટેડિયમમાં સવારથી જ નાગરિકોને અંદર લઈ લેવાની વ્યવસ્થા કરવામાં આવતા આયોજકો દ્વારા ઉપસ્થિત જનમેદની સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવી રહયા છે કિંજલ દવે ઉપરાંત ગુજરાતના અને ખ્યાતનામ લોક ગાયકો ઉપસ્થિત છે.