મોડર્ન લાઈફ સ્ટાઈલ અનુકુળ ન આવતાં મહીલાએ આપઘાત કર્યો
સ્યુસાઈડ નોટમાં પોતાના મોત માટે કોઈ જવાબદાર નથી તેમ લખ્યુ : વસ્ત્રાપુરની ઘટના
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક અતિ ધાર્મિક સ્વભાવ ધરાવતી મહીલાએ ઘરના પૂજા રૂમમાં આપઘાત કર્યાની ઘટના બની છે પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં પણ તેમણે કોઈને દોષ ન દિધાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની વિગત એવી છે કે રાકેશભાઈ પંચાટીયા વસ્ત્રાપુર, સરકારી વસાહત નજીક આવેલા સાસવ્યોમા એપાર્ટમેન્ટમાં રહે છે. પરિવારમાં તેમના પત્ની મનીષાબેન તથા એક પુત્રી પણ છે. રાકેશભાઈના પત્ની મનીષાબેન ધાર્મિક સ્વભાવના હતા અને સેવા પ્રવૃતિ કરતા હતા. મંગળવારે બપોરે તે દિકરી સાથે ઘેર એકલા હતા ત્યારે બપોરે પોણા ત્રણ વાગ્યે પૂજા રૂમમાં ગયા હતા જાેકે ઘણાં સમય સુધી પરત ન ફરતાં દરવાજાે ખોલતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે વાત કરતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું કે તેમની પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં પણ કોઈના ઉપર દોષ ઠેરવ્યો નહતો. ચીઠ્ઠીમાં તેમણે પોતાને મોડર્ન લાઈફ સ્ટાઈલ અનુકુળ નથી આવતી તથા પોતાનું જીવન હવે પુરૂ થઈ ગયું છે તેમ લખયું હતું મનીષાબેન અવારનવાર પૂજા રૂમમાં પોતાને ડિસ્ટર્બ ન કરવાનું કહી પૂજા કરતા હતા. જેને પગલે ગઈકાલે પણ કોઈને તે આવું પગલુ ભરશે તેવી શંકા ગઈ નહોતી.