Western Times News

Gujarati News

મોડલિંગની તક આપવાના નામે મહિલાઓની જાતીય સતામણી મામલે રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ મહેશ ભટ્ટ જાહેર થયા

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

મુંબઇ, મોડલિંગની તક આપવાના નામે મહિલાઓની જાતીય સતામણી મામલે રાષ્ટ્રીય મહિલા પંચે નિર્માતા દિગ્દર્શક મહેશ ભટ્ટ સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે પંચની સામાજિક કાર્યકર્તા યોગિતા ભયાનાએ નોંધાવેલી ફરિયાદ બાદ મહેશ ભટ્ટ સોનુ સુદ ઉર્વશી રૌતેલા મોની રોય રણવિજય સિંહ પ્રિન્સ નરૂલા અને ઇશા ગુપ્તાને સમન્સ મોકલવામાં આવ્યું હતું.
ઓનલાઇન સુનાવણી માટેના આયોદની સમક્ષ હાજર રહેલ મહેશ ભટ્ટે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે હું રાષ્ટ્રીય મહિલા આયોગને સલામ કરૂ છું કે તેમણે એવી કેટલીક સંસ્થાઓને ચિન્હિત કરીને તેના પર કાર્યવાહી કરી છે જે ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ સાથે જાતીય સતામણીને પ્રોત્સાહન આપે છે આ વાત માટે હું મહિલા આયોદનો આભારી છું હું આજે મારા ઉપર લાગેલા આરોપોના સંદર્ભમાં હાજર થયો છું આઇએમજી વેન્ચર્સે નવેમ્બર ૨૦૨૦માં પોતાના પ્રમોશનલ ઇવેન્ટ મિસ્ટર અને મિસિસ ગ્લેમર ૨૦૨૦માં મારા નામનો ઉપયોગ કર્યો અને મને આમાં આમંત્રિત કર્યો.

મહેશ ભટ્ટે આગળ લખ્યું હું આયોગના ચેયરપર્સનને સ્પષ્ટ કરવા માંગુ છું કે મને આ ઇવેન્ટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો પરંતુ કોરોના વાયરસને કારણે મેં તેમાં જવાનો ઇન્કાર કર્યો છે આ ઇવેન્ટ માટે મેં કોઇ પણ પ્રકારનું એગ્રીમેન્ટ કર્યું ન હતું પરંતુ કંપનીએ મારી સંમતિ વિના મારા નામનો ઉપયોગ કર્યો જયારે મેં વિષે પુછયુ તો તેમણે મારી પાસે માફી માંગી અને ત્યારબાદ મારૂ નામ અને મારી તસવીર દરેક જગ્યાએથી હટાવી લેવામાં આવી હતી. મહેશ ભટ્ટે આગળ કહ્યું આ કંપની સાથે મારે કોઇ લેવા દેવા નથી એ લોકોની ઇવેન્ટમાં વધુને વધુ લોકો સામેલ થાય તે માટે મારા નામનો ઉપયોગ કરવામાં આવ્યું હતો તેમણે કહ્યું કે ૭૧ વર્ષની ઉમરમાં હું જ્ઞાનનું આદાનપ્રદાન કરવા અને સામાજિક કાર્યોમાં યોગદાન આપવામાં વિશ્વાસ રાખુ છે હું ત્રણ દીકરીઓનો પિતા છું અને આ ધર્મયુધ્ધમાં સંપૂર્ણ સહયોગ માટે તૈયાર છું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.