Western Times News

Gujarati News

મોડાસાના અમરાપુરની ૫ દિવસ અગાઉ ગુમ યુવતી ગામ નજીક જંગલમાંથી ઝાડ પર લટકતી હાલતમાં મળી

પરિવારજનોએ હત્યાનો આક્ષેપ 

મોડાસા:નારી શસ્ક્તિકરણની મોટી મોટી વાતો થઇ રહી છે પ્રગતિશીલ અને મહિલાઓ માટે સલામત ગણાતા ગુજરાતમાં દિન-પ્રતિદિન યુવતીઓ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેમ અવાર-નવાર ચોરી, લૂંટ સામાન્ય બની છે પણ હવે ચોંકાવનારી ઘટના મોડાસા તાલુકાના સાયરા ગામ નજીક બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં ૫ દિવસ પહેલા સાયરા-અમરાપુર ગામની કોલેજમાં અભ્યાસ કરતી  યુવતીની લાશ સાયરા ગામની સીમમાંથી રહસ્યમય સંજોગોમાં ઝાડ પરથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોએ યુવતીની હત્યા કરી લાશ લટકાવી દીધી હોવાનો આક્ષેપ સાથે લાશ ઉતારવાનો નનૈયો ભણતા જીલ્લાભરનો પોલીસ કાફલો સાયરા ગામે ખડકી દીધો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,સાયરા અમરાપુર રોડ પર સુમસાન વગડામાં એક યુવતીની લટકતી લાશ મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ વડ નીચે મંદિરમાં પૂજા કરાવવા પહોંચેલા પૂજારીની નજર લટકતી લાશ પર પડતાં આસપાસના લોકોને બોલાવ્યા હતા,, ત્યારે મૃતક યુવતી આસપાસના વિસ્તારની હોવાનું જાણવા મળતા પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા,,

જ્યારે પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેઓએ યુવતી ગુમ થઇ હોવાની જાણ પોલિસને કરી હોવાનું જણાવ્યું હતું,,, પરિવારજનોના જણાવ્યા મુજબ એકત્રીસ ડિસેમ્બરના રોજ મૃતક યુવતી ગુમ થઇ હોવાની પોલિસને જાણ કરી હતી,, જોકે પોલિસે આ સમગ્ર મામલે કંઇ જ ન કર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો,જોકે પાંચ દિવસ બાદ યુવતીની લટકતી હાલતમાં લાશ મળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે,, ઘટનાની જાણ થતાં પોલિસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો,, આ સાથે જ પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી, તો બીજી બાજુ પોલિસની ઢીલી કામગીરીને લઇને પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.