મોડાસાના કિશોરપુરા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ લોકપ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા મામલતદાર કચેરી દ્વારા મોડાસા તાલુકામાં અને શહેરમાં સરકાર દ્વારા નિર્દિષ્ટ સેવાસેતુ કાર્યક્રમો એક પછી એક જુદા જુદા વિસ્તારોમાં યોજાઈ રહ્યા છે.
મોડાસા મામલતદાર અરૂણદાન ગઢવીની ઉપસ્થિતિમાં વિવિધ સબંધિત વિભાગોના કર્મચારીઓ અને તલાટી કમ મંત્રીઓની હાજરીમાં લોકોના વણઉકલ્યા પ્રશ્નોના ઉકેલ માટે હાથ ધરવામાં આવેલ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ગામ બેઠા જ પોતાના કામોનો નિકાલ થતાં પ્રજાજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.ઠેર ઠેર આવા કાર્યક્રમોની સરાહના થઈ રહી છે. એક જ સ્થળે દરેક કામનો નિકાલ કરવા બધા જ વિભાગો સ્થળ ઉપર જ એક જ ઠેકાણે આવી સેવસેતુમાં ખરા અર્થમાં લોકોની સેવા સાર્થક બની રહી છે!!!