મોડાસાના ગ્રીન સીટીમાં બે બંગલામાં તાળા તૂટ્યા
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ચોર-લૂંટારુ, ઘરફોડ ગેંગ સામે ખાખી વર્દીનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ લૂંટની ઘટનાઓનો ગ્રાફ આકાશે આંબી રહ્યો છે મોડાસા શહેરમાં તસ્કરોને પોલીસતંત્રની નિષ્ક્રિયતા ચોરી,લૂંટની ઘટનાને અંજામ આપવા મોકળુ મેદાન પૂરું પાડી રહી હોય તેવો અહેસાસ નગરજનો અનુભવી રહ્યા છે જીલ્લા પોલીસ તંત્ર ચોરી,લૂંટની ઘટનામાં મોટેભાગે કાગળ પર અરજી લઈ ક્રાઈમ રેશિયો ઘટાડવાના મથામણ કરી રહી છે
મોડાસા શહેરના સહયોગ બાયપાસ રોડ નજીક આવેલ ગ્રીનસીટી બંગ્લોઝમાં ગત મધ્યરાત્રીએ બુકાનધારી તસ્કર ટોળકીના બે લબરમૂછિયા યુવક જેવા લગતા શખ્શો ત્રાટકી બે બંગ્લોઝને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપી આરામ થી પલાયન થઈ ગયા હતા બંને તસ્કરો નજીકના બંગ્લોઝમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ તપાસ હાથધરી હતી.
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ગ્રીનસીટી બંગ્લોઝમાં રહેતા અને શામળાજી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા આસી.ઇન્સ.મનીષ ચૌધરી ના બંધ મકાનના દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશી માલસામાન વેર વિખેર કરી કરી રસોડામાં રાખેલા ગુલાબ જામુનની લિજ્જત માણી અન્ય બંગ્લોઝમાં ત્રાટક્યા હતા અન્ય બંગ્લોઝ ખાલી પડ્યો હોવાથી તસ્કરોને ફેરો માથે પડ્યો હતો.
આરટીઓ ઇન્સ્પેક્ટર બહારગામ હોવાથી લૂંટનો આંકડો બહાર આવ્યો નથી લૂંટની ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિકોએ મોડાસા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી.