Western Times News

Gujarati News

મોડાસાના ટીંટોઈ ગામમાં તસ્કરો ત્રાટક્યા : ૪ મકાનોમાં લૂંટ ચલાવી

(ઈકબાલ ચિસ્તી, મોડાસા)  અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાનું ટીંટોઈ ગામ તસ્કરો માટે ગોકુળિયું ગામ બની રહ્યું છે તસ્કર ટોળકી સતત ટીંટોઈ ગામમાં મકાનો અને દુકાનોમાં સમયાંતરે ત્રાટકી લાખ્ખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા છાસવારે બનતી લૂંટની ઘટનાઓ થી પ્રજાજનોમાં ભયનો માહોલ ફેલાયો છે ટીંટોઈ ઓપીમાં ફરજબજાવતા જમાદારની લોકસભા પૂર્વે બદલી કરતા ટીંટોઈ ગામ નધણિયાત બનતા ચોર-લૂંટારુ ગેંગને મોકળું મેદાન મળી રહ્યું છે ટીંટોઈ ગામમાં ૩ લઘુમતી વિસ્તારના અને પટેલ ફળિયામાં આવેલ એક મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે.

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે તસ્કરો એ એક જ રાત માં ચાર મકાનો માં ચોરી કરી પોલીસ ને ચેલેન્જ ફેંકી હોય એવું લાગી રહ્યું છે.ટીંટોઇ ગામે ભોગ બનનાર પરિવારો ગરમી ને લઈ ને ધાબા પર મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે તસ્કરો એ ઘરના તાળા તોડી ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હતો. ચોરો એ ઘરમાં પ્રવેશી તિજોરી માં રહેલો સામાન વેરવિખેર કરી તિજોરીની અંદર રાખેલ ઘરેણાં અને રોકડ રકમ મળી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ટીંટોઇ હનુમાન મંદિર સામે પટેલ શિવુભાઈ જેઠાભાઇ પરિવાર ઘરની બાર સુઈ ગયા હતા ને ચોર મકાનના પાછળના ભાગે દરવાજો તોડી પ્રવેશ કરી તિજોરી માથી રોકડ રૂપિયાની ચોરી ઘરનો સમાન રફેદફ કરી લૂંટ ચલાવી.

૧) ઇપ્રોલીયા સિકંદરભાઈ ઐયુબ ભાઈ ના ઘરમાં ૭૦,૦૦૦ રોકડા ,પોસ્ટના ચાર સર્ટી, સોનાની વીંટી ,ચુની,છડા,૨) ઘાંચી મુસ્તુફાભાઈ યુસુફભાઈ ના ઘરમાંથી ૧૨,૦૦૦ રૂપિયા રોકડાં સોનાની બે બુટ્ટી,ચાંદીની લગડી,ચાર જોડ છડા,ચુની ૫ નંગ તથા ૩) આદમ કાદરભાઈ ઇબ્રાઇભાઈ ઘરમાં પ્રવેશી ૬૭ હજાર રોકડ સહીત સોના ચાંદીના દાગીના મળી અંદાજે ૧ લાખ રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ અપાતા લૂંટની ઘટનાનો ભોગ બનેલા ૪ પરિવારો પર આભ તૂટી પડ્યું હતું

ટીંટોઈ ગામમાં એકજ રાત્રિમાં ૪ મકાનોમાં ઘરફોડિયાઓએ ધાપ મારી લાખ્ખો રૂપિયાની લૂંટ ચલાવતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.