મોડાસાના ટ્રકને ખંડાલા પાસે અકસ્માત નડ્યો : ટ્રક ચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

સમગ્ર દેશમાં મોડાસા શહેર ટ્રક-ટ્રાન્સપોર્ટ માટે ખુબ જ જાણીતું છે મોડાસા શહેરમાં હજ્જારો પરિવારો ટ્રક-ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાઈ જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે મોડાસાની ટ્રક મહારાષ્ટ્રના પુનાથી ટ્રકમાં નાળિયેર ભરી આવી રહી હતી ત્યારે ખંડાલા નજીક ટ્રકને ગમખ્વાર અકસ્માત નડતા ટ્રક ચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા અકસ્માતની ઘટનાની જાણ મૃતક પરિવારને થતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું અકસ્માતના પગલે મોડાસાથી ટ્રક ટ્રાન્સપોર્ટના માલિક અને મૃતકના પરિવારજનો ખંડાલા જવા રવાના થયા હતા અકસ્માતમાં ડ્રાઈવર સહીત ક્લીનરનું મોત થતા શહેરના ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ લોકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા શહેરમાં રહેતા લાલાભાઇ ભડકી ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા બે દિવસ અગાઉ ટ્રકમાં બકરાં ભરી મહારાષ્ટ્રના પુના ખાતે બકરામંડીમાં બકરા ઉતારી ટ્રકમાં નારિયેળનો જથ્થો ભરી પરત મોડાસા તરફ આવી રહ્યા હતા
ત્યારે ખંડાલા ઘાટ નજીક ટ્રક આગળ જતા અન્ય ટ્રકમાં ઘૂસી જતા ટ્રકના કેબિનનો કડૂચાલો વળી જતા ટ્રક ડ્રાઈવર લાલાભાઇ ભડકી અને ક્લીનરના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યુ મોત નિપજતા સ્થાનિક પોલીસે ટ્રક ટ્રાન્સપોર્ટના માલિક અને મૃતકોના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને આક્રંદ કરી મૂક્યું હતું ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનું મોત થતા શોકગની છવાઈ હતી