મોડાસાના ડીપ વિસ્તારના રામાપીર મંદીરમાં આરતી સમયે પથ્થરનો રણકાર
પથ્થરમાંથી ઘંટનો રણકાર શ્રદ્ધાનું કેન્દ્ર :
અરવલ્લીના મોડાસા શહેરમાં એક એવા પથ્થરની ચર્ચાએ જોર પકડ્યું છે, કે જે મંદિરમાં મુકાયો છે, આરતી સમયે મંદિરમાં ઘંટ નહીં, પરંતુ પથ્થરનો રણકાર સંભળાય છે મોડાસાના ડીપ વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર પાસેના રામદેવપીર ભગવાનના મંદિરમાં રાખવામાં આવ્યો છે. અહીં બંને ટાઈમ આરતીના સમયે આ પથ્થર વગાડીને આરતી કરાય છે.
મોડાસા ના ડીપ વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિરમાં આરતી સમયે ઘંટ નહીં, પણ પથ્થરનો રણકાર સંભળાય છે,, વાત કદાચ આપના ગળે નહીં ઉતરે,, પણ વાત સાચી છે,, અને તમે દ્રશ્યોમાં જોઇ શકો છો,,
અહીં રણકાર ઘંટનો નહીં પણ પથ્થરમાંથી આવે છે,, ડીપ વિસ્તારમાં આરતી કરવામાં આવે છે, જ્યાં રામાપીરના આરતમાં બાળકો અને દર્શનાર્થીઓ પથ્થર વગાડવા માટે આતૂર બને છે,, કારણ કે, અહીં એક એવો પત્થર મુકવામાં આવ્યો છે કે, જેના સૂર મંદિરમાં લગાવાતા બેલ કરતાં પણ મીઠો છે… આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાંથી દયા ફાઉન્ડેશનની ટીમને મળી આવ્યો અને પથ્થરને મંદરમાં સ્થાન આપવામાં આવ્યું છે,, જેને વગાડવા માટે દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આ પથ્થર અહીં ક્યાંથી આવ્યો
તો આના પાછળનું પણ કારણ અદભૂત છે અરવલ્લી જિલ્લામાં દયા ફાઉન્ડેશન સાપ અને પક્ષિઓના રેસ્ક્યુ કરવાની કામગીરી કરે છે,, ત્યારે દસ દિવસ પહેલા રેસ્ક્યુ કરાયેલા સાપને જંગલમાં છોડવા જતાં, દયા ફાઉન્ડેશનના સભ્યોની પગમાં ઠોકર લાગતા, એક અવાજ આવ્યો,, નીચે જોતાં ત્રીસ કિલોનો એક પથ્થર હતો,,
જેની રસ્તાની બાજુ પર મુકતા ફરી રણકરા થયો,, ત્યારે દયા ફાઉન્ડેશનની ટીમને અચરજ લાગ્યું કે, આવું કેમ થાય છે,, ત્યારે તપાસ કરતા તેમજથી અવાજ આવવા લાગ્યો,, બસ પથ્થર ચમત્કારીક અને રણકાર ઉદવભ કરતા પત્થરને ડીપ વિસ્તારના રામાપીર મંદિરમાં મુક્યો હોવાનું દયા ફાઉન્ડેશનના સદસ્ય જગદીશભાઈ ભીલે જણાવ્યું હતું હાલ તો ચમત્કારીક પથ્થરનો રણકાર સાંભળવા અને જોવા માટે દર્શનાર્થીઓ પહોંચી રહ્યા છે