મોડાસાના ડીપ વિસ્તારમાં લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ભારે અફડાતફડી : બે વીજપોલ અને ડીપી ને નુકશાન રોડ બંધ

(તસવીરઃ જીત ત્રિવેદી, ભિલોડા)
(પ્રતિનિધિ દ્વારા)ભિલોડા, અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં વહેલી સવારથી જ સુસવાટા ભર્યા પવન સાથે પવનની તેજ ગતિ વચ્ચે મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં સરસ્વતી બાલમંદિર નજીક અચાનક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા ભારે અફડાતફડી મચી હતી વૃક્ષ ધરાશાયી થતા એક રાહદારી મહિલાના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી સદનસીબે રવિવાર હોવાથી સતત રાહદારીઓ અને વાહનોથી ધમધમતા રોડ પર જાનહાની ટળી હતી વૃક્ષ ધરાશયી થતા બે વીજપોલ અને વીજડીપી ને નુકશાન થતા વીજપુરવઠો ખોરવાયો હતો.

રવિવારે સવારે મોડાસાના ડીપ વિસ્તારમાં લીમડાનું મહાકાય ઝાડ ધડાકાભેર અવાજ સાથે કકડભૂસ થઈ જમીનદોસ્ત થતા ભારે અફડાતફડી મચી નજીકમાં આવેલ કોમ્પ્લેક્ષના દુકાનદારો ગભરાટના માર્યા દુકાન બહાર દોડી આવ્યા હતા વૃક્ષ
ધરાશાયી થતા નજીકમાં રહેલી વીજડીપી અને બે વીજપોલ તૂટી જતા વીજપુરવઠો ખોરવાયો હતો વૃક્ષ ધરાશાયી થતા
ડીપ થી સાર્વજનિક હોસ્પિટલનો રોડ બંધ થઈ ગયો હતો નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ધરાશાયી ઝાડને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથધરી હતી વીજતંત્ર ઘટનાસ્થળે પહોંચી સમારકામ હાથધરી વીજપુરવઠો પૂર્વરત કરવા કામગીરી આદરી દીધી હતી.