મોડાસાના ડુઘરવાડા નજીક જેટકોના સબ સ્ટેશનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા બે કર્મીઓ દાઝ્યા
(જીત ત્રિવેદી, ભીલોડા) અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામ નજીક આવેલા જેટકોના સબ સ્ટેશનમાં બપોરના સુમારે કોઈક ટેકનીકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ પછી બ્લાસ્ટ થતા સબ સ્ટેશનમાં આઉટ સોર્સિંગમાં કામ કરતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝતા બંને કર્મચારીઓને સારવાર અર્થે મોડાસાની યુનિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
મોડાસાના ડુઘરવાડા – સાગવા ગામ પાસે કાર્યરત જેટકો કંપનીના ૬૬ કેવી સબસ્ટેશનમાં અચાનક આગ લાગતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતા ભારે અફડાતફડી મચી હતી ડુઘરવાડાના સબ સ્ટેશનના ઇનકમરમાં મેઇન્ટેનન્સ ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઓવરલોડિંગ થતાં એકાએક આગ ભભુકી હતી.
કામ કરી રહેલા બન્ને કર્મચારીઓ આગની ચપેટમાં આવી ગયા હતા, જેના કારણે બન્ને કર્મચારીઓ દાઝી જતાં પ્રાથમિક સારવાર માટે તાત્કાલીક મોડાસાની યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હતો, જોકે થોડીક ક્ષણોમાં વીજ પુરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો.