મોડાસાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ત્રિ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ
મોડાસા: મોડાસા ના આંગણે નવનિર્મિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થયો છે. મોડાસા બાયપાસ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તેનો રજત જયંતિ મહોત્સવ અને નૂતન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ નવેમ્બરથી શરૂ થયેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે મહિલા સંમેલન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે ૧૬ નવેમ્બર બીજા દિવસે સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયાગ, બપોરે ત્રણ કલાકે રામપાર્કથી નગરયાત્રાનો પ્રારંભ અને બાયપાસ પર નવનિર્મિત મંદિરે પૂર્ણાહૂતિ જ્યારે સન્માન સમારોહનું કાર્યકર્મ યોજાયો હતો રવિવારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સભા યોજી મહાપ્રસાદ લઈને કાર્યક્રમની પૂર્ણાહૂતિ થશે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે તેવું મંદિરના મહંત મહંતસ્વામી મહારાજ દ્વારા જાણવા મળ્યું હતું.
મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમના પ્રથમ દિવસે મહિલા સંમેલનમાં જિલ્લાની ૨૫૦૦ ઉપરાંત બહેનોએ ભાગ લીધો હતો જેમાં પ્રિન્સીપલ ડિસ્ટ્રીક જજ ગોગારી, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, મોડાસા પ્રાંત અધિકારી ઈલાબેન આહિર, ના.ડીડીઓ રેણુકાબેન બારોટ, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ, જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર, ભગીની સેવા સમાજના જયશ્રીબેન પટેલ, ટીએચઓ ડૉ. જીજ્ઞાબેન જયસ્વાલ, કમળાબેન રાવલ, ગીતાબેન ખાંટ, જિલ્લાના ના.મામલતદારો ફાલ્ગુનીબેન સોની, રમીલાબેન પટણી, હેતલબેન પાલંદરીયા, ચારૂબેન પરમાર, હર્ષાબેન દેસાઈ, જિલ્લા પુરવઠાઅધિકારી મમતાબેન સોજીત્રા, દહેજ પ્રતિબંધક અધિકારી, મેઘાબેન ગોસ્વામી, આઈસીડીએસ ઈલાબેન જોષી, પૂર્વાબેન પટેલ, ના.મામલતદાર આરતીબેન વ્યાસ, શ્રમ અધિકારી રીનાબેન કોપચા, પીનાબેન સુભાષભાઈ શાહ, ચંદ્રીકાબેનપટેલ, ડૉશકુંતલાબેન પટેલ, મધુબેન જાની, હેમલત્તાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ ઉપરસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ પ્રસંગે પૂ.સંતોના પૂર્વાશ્રમના માતૃશ્રીઓનું પણ અભિવાદન અને પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વશ્રી મધીબેન દામજીભાઈ ખપુડીયા, નયનાબેન ભાઈલાલભાઈ, દિવ્યાબેન રાવલ, ભીખીબેન કોદરભાઈ પટેલ, ઈન્દુબેન મનુભાઈ ચૌહાણ, રમાબેન સતીષભાઈ જોષી, નર્મદાબેન કેશુભાઈ પટેલ, ગીતાબેન નરેશભાઈ પટેલ, અરૂણાબેન ગીરીશભાઈ, રાગીણીબેન કિર્તિભાઈ પટેલ અને મીનાક્ષીબેનનું અભિવાદન કરાયું હતું.
પ્રગટ પ્રમુખ સ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા ગોંડલ મુકામે ૧૮-૧૦-૨૦૧૯ના રોજ પ્રતિષ્ઠીત થયેલી મૂર્તિઓનું નૂતન મંદિર સંકુલમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બી.એ.પી.એસ.સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પ.પૂ.વિવેકસાગર સ્વામીના વરદ હસ્તે ૧૬-૧૧-૨૦૧૯ને શનિવારના રોજ વિશ્વશાંતિ મહાયજ્ઞ અને ૧૭ નવેમ્બર અને રવિવારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવાશે તેવું મંદિરના મહંતશ્રીએ જણાવ્યું હતું. આ ભવ્ય ધાર્મિક પ્રસંગને સુઆયોજીત કરવા માટે મંદિરમાં હજારો હરિભક્તો સેવા આપી રહ્યા છે. જ્યારે આયોજકો દ્વારા જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે.
જેમાં ડૉ. જીતુભાઈ પટેલ, મુકેશભાઈ પંચાલ, ડૉ.હેમંતભાઈ પટેલ, કેતુભાઈ પટેલ, અનિરૂધ્ધભાઈ પટેલ, ડૉ. જનકભાઈ ચૌહાણ, ભરતભાઈ પ્રજાપતિ, પ્રવિણભાઈ પ્રજાપતિ, સોમતીભાઈ સોની, કચરાભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ પટેલ, પિયુશભાઈ પટેલ ,ચંદ્રકાન્તભાઈ પટેલ, ડૉ.નિતેશભાઈ પટેલ, પરવતસિંહ બાપુ, ડૉ.હસમુખભાઈ પટેલ, હર્ષદભાઈ પ્રજાપતિ, ભદ્રેશભાઈ પંચાલ, દિનેશભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, બાબુભાઈ જકીન્સભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ રાજપુરોહિત,પ્રકાશભાઈ પ્રજાપતિ, દિપકભાઈ પારેખ, વિઠ્ઠલભાઈ પરમાર, કિરીટભાઈ પટેલ , વિપુલભાઈ, ચંદ્રેશભાઈ ચૌહાણ, સતિષભાઈ જોષી અને યોગેશભાઈ પટેલ સહિતના સત્સંગીઓએ પૂર્ણ સમય ફાળવ્યો છે. આ પ્રસંગે મંગલપુર સ્વામી, નિર્મળચરણસ્વામી, આનંદ યોગી સ્વામી, પ્રયાગમુની સ્વામી, આત્મચરણ સ્વામી, વિરક્તમુની સ્વામી અને વર્ણરાજ સ્વામીનો પૂર્ણ સમયનો લાભ સત્સંગીઓને મળવાનો છે.