Western Times News

Gujarati News

મોડાસાના મરડીયા નજીક ટ્રક પાછળ કન્ટેનર અથડાતા ગમખ્વાર અકસ્માત : ટ્રક ડ્રાઈવરને ભારે જહેમત બાદ ટ્રકમાંથી કાઢ્યો 

અરવલ્લી જીલ્લામાં ભાર વાહક વાહનના ચાલકો વાહનો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા હોવાથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બેફિકરાઈ ભરી રીતે હંકારતા વાહનચાલકોને ભોગે અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાવાની ઘટનાઓ સતત બની રહી છે મોડાસાના મરડીયા નજીક પેટ્રોલપંપ પાસે વળાંકમાં ટ્રક ચાલકની પાછળ કન્ટેનર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો

ગુરુવારે મોડી રાત્રીએ  મોડાસા-શામળાજી હાઈવે પર આવેલા મરડીયા પાટિયા નજીક એક પેટ્રોલપંપ પાસે વળાંકમાં ટ્રક  પાછળ શામળાજી તરફથી આવતું ટ્રક-કન્ટેનરના ચાલકે ટક્કર મારતા ટ્રક-કન્ટેનરના કેબીનના ફુરચે ફુરચા નીકળી ગયા હતા ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ, ૧૦૮ ની ટિમ અને પોલીસે અઢી કલાકની ભારે જહેમત બાદ ટ્રેક કેબિનમાંથી જીવતો બહાર કાઢવામાં સફળતા મળતા ગંભીર ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવરને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ  માથે સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો અકસ્માતના પગલે સતત વાહનોથી ધમધમતા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા વાહનચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.