મોડાસાના રહિયોલ નજીક રોંગ સાઈડ ધસી આવેલ ટ્રેલરની ટક્કરે રીક્ષાનો કચ્ચરઘાણ
અરવલ્લી જીલ્લામાં ભાર વાહક વાહન ચાલકો બેફામ વાહનો હંકારી નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની સાથે કાળનો કોળિયો બની જતા હોય છે મોડાસા-ધનસુરા રાજ્યધોરી માર્ગ પર રહિયોલ પાટિયા નજીક માતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રક-ટ્રેલરે રોંગ સાઈડ ધસી જઈ પસાર થતી
રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રીક્ષાનો કડૂચાલો વળી જતા રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ત્રણે ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા અકસ્માતના પગલે ટ્રાફિકજામ થતા દોડી આવેલ પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી