મોડાસાના રાજપુર(મહાદેવગ્રામ) ગામે ગ્રામજનો દ્વારા અનોખી ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/09-4.jpg)
મોડાસા: અરવલ્લી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ઉત્સવ પછીના પ્રથમ રવિવારે ગામમાં ઘર બહાર રસોઈ બનાવી ભોજન કરવાની પરંપરા મુજબ આજે રવિવારે મોડાસાના રાજપુર(મહાદેવગ્રામ) ગામે ગ્રામજનો દ્વારા અનોખી ઉજવણી:દરેકના ઘરની બહાર આંગણામાં રસોઈ બનાવી ભોજન કર્યું હતું.
ગામના સૌ રહીશોએ જાળવેલી આ પરંપરા અનુસાર મહિલાઓએ પોતાના ઘર બહાર આંગણામાં રસોઈ બનાવી હતી અને ઘર બહાર બેસી પરિવારના સભ્યોએ ઘરેઘર આમ ભોજન લીધું હતું.આ અનોખી ઉજવણીમાં સમગ્ર ગામ ઉમંગભેર જોડાયું હતું એમ અગ્રણી પનાભાઈ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું.
અગાઉ ઘઉંની લણણી કરી,ઘઉં પાક લેવાય પછી ખેતરે જઈને ઘઉંની શેવો રાધી ખેતરે ઉજાણી થતી,સમય જતાં આ પ્રથા મુજબ ગામના પાદરે ભેગા થઈ રસોઈ બનાવી ઉજાણી કરવામાં આવતી હતી.