મોડાસાના શહેરના છેવાડાના વિસ્તારમાંથી ૧ સગીર અને ૪ બાળકો નિરાધાર મળી આવ્યા
(પ્રતિનિધિ-જીત ત્રિવેદી) ભિલોડા, બાળકો ગુમ થવાના અને નિરાધાર હાલતમાં કે ભિક્ષાવૃતિ કરતા બાળકો મળી આવવાના બનાવો વધી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ના બાયપાસ રોડ પર દેવરાજ ધામ નજીક શનિવારની મોડી રાત્રીએ બિન વારસી હાલત માં એક સગીર સાથે ૪ બાળકો નિરાધાર હાલતમાં જોવા મળતા આજુબાજુમાં રહેતા લોકો બાળકોની મદદે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા ૨ કલાક સુધી પોલીસ ઘટનાસ્થળે ન પહોંચતા લોકોમાં પોલીસતંત્રની બેદરકારી ભરી કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો જાગૃત યુવતીએ ચાઇલ્ડ હેલ્પ લાઇનને જાણ કરતાં ચાઇલ્ડ લાઇન ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં સુધીમાં બાળકો સાથે રહેલ સગીર યુવક રફુચક્કર થઇ જતા ચાઇલ્ડ લાઇન ની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકો નો કબ્જો લીધો હતો.પોલીસ અને ચાઈલ્ડ હેલ્પલાઈનના સદસ્યોએ બાળકો સાથે રાખી સગીર યુવકની શોધખોળ હાથધરી હતી.
મોડાસા શહેરમાં થી નિસહાય હાલતમાં મળી આવેલા બાળકોને તસ્કરી કર્યા પછી તરછોડ્યા કે પછી બાળકોને ભિક્ષાવૃતિ માટે લાવવામાં આવ્યા હતા સહિતના અનેક પ્રશ્નો ઉપસ્થીત થયા છે બાળકો સાથે રહેલ સગીર પોલીસતંત્રની લાપરવાહીના પગલે હવામાં ઓગાળી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જ્યાં સુધી સગીર યુવક નહિ મળી આવે ત્યાં સુધી રહસ્ય પર પડદો પડી રહે તો નવાઈ નહિ…!!
અરવલ્લી જિલ્લાના મોડાસામાં શનિવારની મોડી રાત્રીએ કોઇ અજાણ્યા ઇસમો પાંચ બાળકો ને બિન વારસી હાલત માં મુકી ગયા હતા. બે બાળકો દેવરાજ ચાર રસ્તા તેમજ ત્રણ બાળકો ગણેશપુર વિસ્તારમાં થી મળી આવ્યા હતા. આ બાળકો બિન વારસી હાલત માં મળી આવતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા અને પોલીસ તેમજ ચાઇલ્ડ લાઇનને જાણ કરી હતી . ચાઇલ્ડ લાઇન ની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકો નો કબ્જો લીધો હતો.બાળકોના જણાવ્યા અનુસાર તેમના પરિવારજનો તેમના પર યાતના ગુજારતા હતા અને ઘરકામ કરાવતા હતા.જોકે તેમને કોણ મુકી ગયુ અને શા માટે મુકી ગયુ છે તે અંગે કોઇ સ્પષ્ટ જણાવી શક્યા ન હતા .ચાઇલ્ડ લાઇન હેલ્પના કાર્યકરતા ના જણાવ્યા અનુસાર બાળકો પર તેમના માતા પિતા દ્રારા ત્રાસ ગુજરવામાં આવતો હતો .ચારે બાળકોના સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ-૧૯ નો ટેસ્ટ કર્યા પછી હિંમતનગર ખાતે શેલ્ટરહોમ માં મોકલી આપવામાં આવશે તેમ શમીમ બેન નામનાં કર્મચારીએ જણાવ્યું હતું. પાંચ બાળકો મળી આવ્યા હતા એમાંથી ચાઇલ્ડ હેલ્પ લાઇનને ફકત ચાર બાળકો મળી આવ્યા છે. પાંચમાં છોકરો જે આ ચાર કરતા ઉમર માં મોટો દેખાતો હતો તે ભીડ થી ગભરાઇ ને છટકી ગયો હશે તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે.*