મોડાસાના શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં આખલો ઘુસતા અફરાતફરી
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: આપણે ત્યાં રસ્તાની વચ્ચે અચાનક ગાય આવી ચડે,આખલા યુદ્ધ થાય આ બધું સામાન્ય છે અને મોડાસાના નગરજનોએ પણ વર્ષોથી રસ્તા પર રખડતા પશુઓના રંજાડને સહજભાવે સ્વીકારી પણ ચુક્યા છે શહેરમાં રઝળતા પશુઓ અને આખલાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે
ત્યારે મોડાસા શહેરના જાણીતા શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલ યમુના મેચીંગ સેન્ટર નામની દુકાનમાં મહિલા ગ્રાહકો ખરીદી કરવામાં મશગુલ હતી ત્યારે આખલો દુકાનમાં ધસી આવતા અફરાતફરી મચી હતી દુકાન માલિકે હિંમતભેર આખલાનો સામનો કરી દુકાનમાં જાનહાની થાય તે પહેલા ભગાડી મુકતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો
સોમવારે સાંજના સુમારે શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલી યમુના મેચીંગ સેન્ટરમાં મહિલા ગ્રાહકો ખરીદી કરી રહી હતી અને અન્ય એક મહિલા ખરીદી કરવા દુકાનમાં પ્રવેશી રહી હતી ત્યારે પાછળ થી એક ખૂંટિયા દુકાનની અંદર ઘુસી આવતા મહિલાઓ આખલાને જોઈ બુમાબુમ કરી મૂકી જીવ બચાવવા એકબીજા પર પડ્યા હતા આખલો જોઈ દુકાનદારે ભારે હિંમતભર આખલો કોઈ જાનહાની સર્જે તે પહેલા આખલા સામે બાથ ભીડી આખલાના શીંગડા પકડી દુકાનમાંથી બહાર તગેડી મુકતા મહીલા ગ્રાહકોએ હાશકારો અનુભવ્યો હતો સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.