મોડાસાના સબલપુર ગ્રામ પંચાયતમાં જીલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી
૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણને અપનાવવામાં આવ્યું હતું. ભારતીય બંધારણની ૭૦મી બંધારણની વર્ષગાંઠ નિમિત્તે સરકારી તંત્ર વધુમાં વધુ લોકો સુધી બંધારણની જાણકારી પહોંચે તેવા પ્રયાસ હાથધર્યા હતા અરવલ્લી જીલ્લા કલેક્ટર ર્ડો.અનિલ ધામેલીયા ની ઉપસ્થિતિમાં મોડાસા તાલુકાની સબલપુર ગ્રામ પંચાયત ખાતે ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર તથા સંવિધાનના અન્ય નિર્માણકર્તાઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
સબલપુર ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં બંધારણ દિવસ દેશ સંવિધાનની સ્વિકૃતિની ૭૦મી વર્ષગાંઠ ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા સમાહર્તા ર્ડો.અનિલ ધામેલીયાએ બંધારણ ને અનુસરવાના ગ્રામજનો અને ઉપસ્થિત શપથ લેવડાવ્યા હતા આ ઉજવણીમાં મામલતદાર ગઢવી, તાલુકાવિકાસ અધિકારી ગોપાલ પટેલ, તલાટી ગિરધરભાઈ પંડ્યા અને ઉપસરપંચ કાંતિભાઈ પટેલ સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા