Western Times News

Gujarati News

મોડાસાના સર્વોદયનગર વિસ્તારમાં ઘરની સીડી પાસે ત્યજી દીધેલ નવજાત શિશુ મળતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ

(પ્રતિનિધિ-જીત ત્રિવેદી) ભિલોડા, થોડા સમય પહેલા આ સ્વાર્થી દુનિયામાં માતાના કુખે જન્મ લેનાર હાલ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં અંત્યત નાજુક હાલતમાં સારવાર હેઠળ નવજાત શિશુને દુનિયામાં જન્મ લેતા પહેલા ખબર પણ નહિ હોય કે તે આ પ્રકારની માતાની મમતાના પ્રેમ ના બદલે અજાણ્યા વિસ્તારનાં રહેણાંક મકાનની સીડી નીચે રહેલા તગારામાં તરછોડી દેવાશે અને ૧૦૮ એમ્બ્યુલન્સની રફ્તાર થકી હિંમતનગર સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે પહોંચશે જ્યાંથી તેનું આગળ નું ભવિષ્ય હવે લોકો નક્કી કરશે.મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં રોડ નજીક આવેલા મકાનમાં નવજાત શિશુને ત્યજી દેનાર માતા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

મહિલાને સૌથી વધુ ખુશી એની જિંદગીમાં જયારે માતૃત્વ ધારણ કરે છે ત્યારે મળતી હોય છે. સામાન્ય રીતે તો તેની માતાને તેનું સંતાન ખુબ વ્હાલું હોય છે એ પછી માનવ વસ્તીમાં હોય કે જીવ પ્રજાતિની દુનિયામાં જ્યાં બાળકને નાનકડા દર્દને પણ માતા સાંખી શકતી નથી પરંતુ એક એવી માતા પણ આ દુનિયામાં વસે છે જે તેના બાળકને જન્મ આપી સમાજના ડરે ત્યજી દેતી હોય છે અને આખરે માનવતા આવી માતાઓ ઉપર ફિટકાર વરસાવી એક દિવસના થોડા સમય રોષ વ્યક્ત કરતુ હોય છે આખરે શું કારણ હશે કે ફૂલ જેવા નવજાત બાળકને માતા દ્વારા ત્યજી દેવાનું…? કોઈ અત્યાચારનો ભોગ બની હશે નવજાત શિશુની માતા કે પછી અનૈતિક સંબંધો જવાબદાર કે યુવાનીના રંગમાં ભાન ભૂલી હસી કે..કારમી મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવાની ચિંતા જેવી તરહ તરહ ની ચર્ચાઓ ના વમળો પેદા થયા હતા.

શનિવારે રાત્રીના સુમારે મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં રોડ નજીક આવેલા રહેણાંક મકાનની સીડી નીચે તગારામાં બાળકને સુરક્ષિત રહે તે રીતે લાલ કપડામાં વીંટાળી મૂકી દીધું હતું મોડી રાત્રે એક યુવતી લઘુશંકા માટે ઉભી થતા કાને બાળક ના રડવાનો અવાજ સંભળાતા યુવતીએ આજુબાજુ જોતા સીડી નીચે નવજાત શિશુ રડતું જોવા મળતા ગભરાઈ ગઈ હતી તાત્કાલિક પરિવારજનોને જાણ કરતા અને આજુબાજુના લોકોને જાણ થતા ટોળેટોળા ઉમટ્યા હતા ૧૦૮ ઈમરજન્સી ને જાણ કરતા ૧૦૮ મારફતે હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું અને પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા નવજાત શિશુની જનેતાને શોધવા શોધખોળ હાથધરી કાયદેસરની કાર્યવાહીમાં જોતરાઈ હતી ૧૦૮ ઇમર્જન્સી ના કર્મચારીના જણાવ્યા અનુસાર ત્યજી દેવાયેલ શિશુ ની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું.

મોડાસા ટાઉન પોલીસે હાલ તો આ મામલે તપાસ હાથ ધરી છે કે આ બાળક કોનું છે? ક્યાંથી તેને અહીં લાવવામાં આવ્યું છે? કઈ હોસ્પિટલમાં તેને જન્મ આપવામાં આવ્યો હતો. ક્યાં હાલતમાં બાળક ને તરછોડવો પડ્યો? આમ અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.