Western Times News

Gujarati News

મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં અસહ્ય ગંદકીથી લોકો ત્રાહિમામ

એસ.એફ.આઈ વિદ્યાર્થી સંગઠને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ગટર વ્યવસ્થાની કરી માંગ 

મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં મોટેભાગે શ્રમિક લોકો વસવાટ કરતા હોવાથી શહેરી વિસ્તારની પાયાગત સુવિધાઓ માટે તરસી રહ્યો છે મોડાસા શહેરમાં કોરોનાના કહેર વચ્ચે સર્વોદય નગર વિસ્તારમાં અસહ્ય ગંદકી અને સફાઈના અભાવે લોકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહે છે સ્વચ્છતા અભિયાનના નામે ઝાડુ હાથમાં લઇ ફોટા ખેચવાતાં રાજકારણીઓ અને સેવાકીય સંસ્થાઓએ પણ સર્વોદય નગર વિસ્તારની મુલાકાત લેવી જોઈએ તેવી ચુટકી લોકો લઈ રહ્યા છે
સર્વોદય નગર વિસ્તારમાં ગંદકી દૂર કરવામાં આવેની માંગ સાથે સ્ટુડન્ટ ફેડેરેશન ઓફ ઇન્ડિયા સંગઠને મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ગંદકી દૂર કરવામાં આવે અને નિયમીત સાફસફાઈ કરવામાં આવેની માંગ કરી હતી

મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે રોડ રસ્તા પર ગટરના અભાવે ગંદુ પાણી રેલાતા સર્વોદય નગર વિસ્તારમાં રહેતા ૫ હજારથી વધુ લોકોના માથે ડેન્ગ્યુ,મેલેરિયા,ચિકનગુનિયા જેવા ભયાનક રોગોમાં સપડાવાનો ભય પેદા થયો છે એસએફઆઈના સભ્યોએ નગરપાલિકા ચીફ ઓફિસર જીગ્નેશ બારોટને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સર્વોદય નગર વિસ્તરામાં ગંદકી સત્વરે દૂર કરવામાં આવે અને નિયમીત સાફ-સફાઈ કરવામાં આવે તે ખુબ જરૂરી છે ગંદકી દૂર નહીં થાય તો ન છૂટકે ૭ ડિસેમ્બર થી નગરપાલિકા સામે ધરણા,વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર સહીત જલદ આંદોલન કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.