Western Times News

Gujarati News

મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં ૭૨ કિલોની કેક કાપી ભગવાન ગણેશના જન્મ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જિલ્લાના એક માત્ર જમણી સૂંઢવાળા ગણપતિ એવા મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં દાદાનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિજીના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં તેમના ઘરેથી પ્રસાદનો ભોગ લઇને આવી પહોંચ્યા હતા. ગણેશજીના જન્મ દિવસની માટે ભક્ત દ્વારા ખાસ ૭૨ કિલોનો પ્રસાદ દાદાને ચઢાવવામાં આવ્યો હતો, અને આ કેક કાપીને ભગવાન ગજાનંદના જન્મદિવસની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.

ભક્તિ ભાવ સાથે ઉજવાયેલા જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં દૂરદૂરથી ભક્તો ઉમટ્યા હતા.
મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર જેવી જ છે, જેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીનો ઘોડાપુર ઉમટે છે. ગણેશજીના જન્મદિવસને વિશેષ ઉજવણી કરી ભક્તોને આઈસક્રીમનો પ્રસાદ પણ પિરસવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા સ્વયંભૂ છે, અને ૨૦૦ વર્ષ જેટલી પ્રાચિન હોવાની પણ લોકવાયકા છે. મંદિરના તમામ આયોજનને મંદિરના પ્રમુખ શિવુભાઇ રાવલ અને મંત્રી રમેશભાઈ પંડ્‌યા તેમજ શાસ્ત્રી સચિન મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.