મોડાસાના સુપ્રસિદ્ધ સ્વયંભુ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે ૧૫૧ લીમડાના છોડનું વૃક્ષારોપણ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) પર્યાવરણ બચાવો ,દેશ બચાવોના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એક માત્ર સૂતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરીયા ગામે આવેલ સ્વયંભુ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે ૧૫૧ લીમડાના છોડનું વૃક્ષારોપણ કરીને છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશો ભક્તોને આપ્યો છે.
૧૦ કરોડના ખર્ચે નવ નિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહે અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા આ વર્ષે ૧૫૧ લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો.
વનવિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલ ૧૫૧ લીમડાના છોડના વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાનજી દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ ,સાકરીયા દ્વારા ૧૫૧ લીમડાના છોડનું વૃક્ષારોપણનું આયોજન કરતા દર્શનાર્થીઓએ અને શ્રદ્ધાળુઓ ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
વૃક્ષારોપણમાં ટ્રસ્ટ દ્વારા પાણી બચાવોને ધ્યાનમાં રાખી છોડને ડ્રિપ ઇરીગેશન દ્વારા જરૂરી પાણી મળે અને છોડનો વિકાસ થાય તેવા ડ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે.વૃક્ષારોપણ કાર્યમાં સાકરીયા ગામના ઉત્સાહી યુવા ગ્રુપના યુવાનોના સહકાર અને મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ૧૫૧ લીમડાના છોડનું જતન કરવાની જવાબદારી સાથેના પર્યાવરણ અંગે જાગૃતિ અને પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો અનોખો સંદેશ સમાજને આપ્યો હતો.
મંદિરના ર્પાકિંગ વિસ્તારમાં કરેલ ૧૫૧ લીમડાના વૃક્ષારોપણ ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બની લોકોને, દર્શનાર્થીઓ માટે શીતળતા અને છાંયડો પ્રદાન આપશે તેવા હેતુસર ૧૫૧ લીમડાનું વૃક્ષારોપણ કર્યું હતું.સ્વયંભુ નવનિર્મિત પામતા ભવ્યાતિભવ્ય શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષો વાવો અને દેશ બચાવો અંગેનો સંદેશ આપતા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા પર વધુ પ્રાધાન્ય આપ્યું હતું.