મોડાસાના BAPS સ્વામિનારાયણ મંદિરનો ત્રિ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહૂતિ
મોડાસા: મોડાસાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ત્રિ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય પૂર્ણાહૂતિ કરી હરિભક્તોમાં આનંદ છવાયો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમના પ્રથમ દિવસે મહિલા સંમેલનમાં જિલ્લાની ૩૫૦૦ ઉપરાંત બહેનોએ ભાગ લીધો હતો. બીજા દિવસે ભવ્ય કળશ યાત્રા યોજાઈ શહેરે ભક્તિના રંગે રંગાયું હતું. ૩૦૦ યજ્ઞ કુંડમાં બેઠેલા ૨૫૦૦ યજમાન ભાગ લીધો.