મોડાસાની અન્નપુર્ણા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ ની માહિતી આપતી પુસ્તિકા “રોજ રોજ હું કરું પ્રાર્થના” નું વિમોચન
(પ્રતિનિધિ) ભિલોડા, અન્નપુર્ણા છેલ્લાં ૨૯ વરસતી આ પ્રદેશમાં હોસ્પિટલનાં દર્દીઓ અને તેમની સેવા માટે રોકાયેલા તેમજ અલ્પ સાધન વ્યક્તિઓ માટે બે ટંકનું ભોજન રાહતદરે પૂરું પાડે છે તે તમે સૌ જાણો છો, રથ યાત્રાનાં પવિત્ર દિવસે અન્નપુર્ણા ટ્રસ્ટે શ્રી બિપીનભાઈ શાહે તૈયાર કરેલું પુસ્તક “રોજ-રોજ હું કરું પ્રાર્થના” તેનું વિમોચન અન્નાપુર્નાના કર્મયોગી અને ૨૯ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા પ્રો. એન. જી. શાહનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પુસ્તિકા ઉત્તમ અને માહિતી સભર બની છે.
આ પુસ્તિકામાં અન્નપુર્ણા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ જેવી કે દર્દીઓને ભોજન રૂ. ૨ માં આપવું, વૃદ્ધ વડીલ જનને નિરાંતનાં સમય માટે દાદા-દાદીનો વિસામો, બારમાસી શીતલ જળ સુવિધા, ઘરે બેઠા સારવાર લેતા દર્દીઓ માટે સાધન સુવિધા કેન્દ્ર, એપ્રિલ થી જુન સુધી છાસ કેન્દ્ર અને શ્રમજીવી માટે ભાખરી શાક કેન્દ્ર તથા મફત મોતિયાના ઓપરેશન અને આંખની તપાસ માટે દ્રષ્ટી કેન્દ્રની વિગતવાર માહિતી આપી છે
રૂ. ૧(એક) લાખ કરતા વધુ દાન આપનાર ૨૭ ભાગ્યશાળી દાતાઓના નામો અને ૩૨ જેટલા સંતો, કેળવણીકારો, સાહિત્યકારો અને ધારાસભ્યોએ આ કેન્દ્રમાં આવી તેમના વક્તવ્યોથી શોભાવ્યું છે તેવા જનોના ફોટા સાથે પ્રવૃત્તિની માહિતી સાથેની પુસ્તિકા આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પ્રસંગે વિમોચન કરનાર પ્રો. નટુભાઈ શાહ, શ્રીમતી શકુબેન શાહ, શ્રીમતી સુવર્ણાબેન શાહ, ઉપ-પ્રમુખ શ્રી હસમુખભાઈ શાહ, શ્રી સુભાષભાઈ શાહ, નાગરિક બેન્કના પ્રતિનિધિ શ્રી વિનોદભાઈ શાહ, ચાર્ટડ એકાઉન્ટ રુઝુલ ભાઈ શાહ , ચંપક દેસાઈ, દિલીપ પટેલ, કામેશ શાહ, વીરેન શાહ વિગેરે ઉપસ્થિત રહી સૌએ સુંદર પુસ્તિકાની સરાહના કરી હતી. અને ઘણા સમય પછી આવો એક કાર્યક્રમ અન્નપુર્ણામાં યોજાયો તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પુસ્તિકા પ્રસિદ્ધ થવાથી અન્નપુર્ણાની પ્રવૃત્તિઓ અને દાનની માહિતી એક સાથે મળી શકશે તેવી આ સુંદર પુસ્તિકા બનાવવામાં આવી છે. તે બદલ બિપીનભાઈ શાહને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.*