મોડાસાની ઋષિકેશ સોસાયટી નજીક બેકાબુ કારે અન્ય ગાડીને ટક્કર મારી
મોડાસા: મોડાસા શહેરમાં ટ્રાફિકના નિયમોનું અસ્તિત્વ જ ન હોય તેમ વાહનચાલકો બેફામ ગતિએ શહેરના માર્ગો પર વાહનો હંકારી નાના-મોટા અકસ્માત સર્જતા હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે મોડાસાના માલપુર રોડ થી મેઘરજ રોડને જોડતા ડીપીરોડ પરથી પસાર થઇ રહેલા કારચાલકે ઋષિકેશ સોસાયટી નજીક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અન્ય કારને ટક્કર મારી ધડાકાભેર કોટની દીવાલ સાથે ટકરાઈ કાર અંદર ઘુસી જતા ભારે નાસભાગ મચી હતી ઘર નજીક રમતા ત્રણ બાળકોનો આબાદ બચાવ થયો હતો કારચાલક કાર ઘટનાસ્થળે મૂકી નાસી છૂટ્યો હતો
રવિવારે સાંજના સુમારે મોડાસા શહેરના શ્રી રવિશંકર મહારાજ ડીપીરોડ પરથી પસારથતા કારચાલકે કાર બેફિકરાઈ રીતે હંકારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી પસાર થઈ રહેલ કારને ટક્કર માર્યા બાદ કાર બેકાબુ બનતા સતત રાહદારીઓ અને વાહનચાલકોથી ધમધમતા ડીપીરોડ પર અફડાતફડી મચી હતી કાર ઋષિકેશ સોસાયટીના મકાનની દીવાલ સાથે ટકરાઈ ઘરના પરિસરમાં ઘુસી જઈ અટકી જતા ઘર નજીક રમતા ત્રણ બાળકોનો આબાદ બચાવ થયો હતો ધડાકાભેર કાર દીવાલ સાથે અથડાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા લોકોમાં ડીપીરોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતા વાહનચાલકો સામે દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની હતી