મોડાસાની કે. એન. શાહ પ્રાયમરી શાળામાં ફી ઉઘરાવવાનો મામલો ગરમાયો
જીલ્લા કોગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે શાળા સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન ઉગ્ર બનશે
મોડાસા, અરવલ્લી જીલ્લાના મોડાસામાં આવેલી કે.એન. શાહ સ્કૂલમાં ગ્રાન્ટેડ અપર પ્રાયમરી સ્કુલમાં ૧૮૦૦ રૂપિયા ફી ઉઘરાવતા જીલ્લા કોગ્રેસ સમીતી સક્રીય બની છે. અને વાલીઓ તેમજ વિધાર્થીઓના હિતમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.
જીલ્લા અધિક કલેકટર કચેરી ખાતે જીલ્લા કોગ્રેસના આગેવાનો પહોચ્યા હતાં જયાં રજુઆત કરી હતી કે, એન.શાહ સ્કુલમાં અપર પ્રાયમરી વિભાગ ગ્રાન્ટેડ અને જયાં પરિણામ ફી રાખવામાં આવ્યાં હતાં. જેને લઈને વાલીઓએ હોબાળો કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે કોગ્રેસ પાર્ટી આગળ આવી છે. અને જીલલા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
અરવલ્લી જીલ્લા કોગ્રેસ પાર્ટીએ જીલ્લા શિક્ષણાઅધિકારીએ કચેરી ખાતે પહોચ્યા હતા. જાે કે, અધિકારી હાજર ન હોવાથી કચેરીમાં કાર્યરત કર્મચારીને આવેદનપત્ર આપ્યું હતું અને ચિમકી ઉચ્ચારી છે કે, બે દિવસોમાં શાળા સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જીલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર અન્ન-પાણીનો ત્યાગ કરશે.
આ સાથે જ એમ ચીમકી ઉચ્ચારી છે. જાે કે સમગ્ર કૌભાંડ મામલે ભીનું સંકેલવામાં આવશે. તો ઉગ્ર આંદોલન જીલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર કરાશે.
જીલ્લા કોગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપી શાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રાન્ટેડ સ્કુલમાં ફી લઈ શકાય નહી તેમ છતાં ફી લેવામાં આવી છે. કોગ્રેસ પાર્ટીએ એમ કહયું કે, હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારે શાળા જયારથી ગ્રાન્ટેડ થઈ ત્યારથી ફી લેવાતી હશે કે, શું તેવા સવાલો ઉઠાવ્યા હતાં.