મોડાસાની ખાનગી શાળાએ અભ્યાસ કરતી ગરીબ વિદ્યાર્થીનીઓને દત્તક લીધી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મહિલા દિવસ ને આડે ગણતરી ના દિવસો આડે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની ખાનગી શાળાના સંચાલકે અનોખી પહેલ કરી છે.વિદ્યાર્થીઓ ખૂબ ભણે અને આગળ વધે તે માટે ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકે અનોખી પહેલ કરી છે ,જે દીકરી ભણવામાં હોશિયાર અને તેના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પરિવારની દીકરીઓ ને શિક્ષણ માટે દત્તક લેવામાં આવી છે.હાલ શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે .
ગરીબ અને મધ્યમવર્ગ ના વાલીઓ પોતાની દીકરીઓ એ ખાનગી શાળામાં અભ્યાસ કરવી શકતા નથી ત્યારે,,શાળાના સંચાલક શુભમભાઈ પટેલે એ સંગાથ મિશન ની પ્રેરણા લઈ અરવલ્લી જિલ્લામાં જે વિદ્યાર્થીનીઓ ધો.૮ થી ધો.૧૦ માં અભ્યાસ કરતી દીકરીઓ કે જેમના પરિવાર ની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પરિવાર ની દીકરીઓ ને દત્તક લેવામાં આવતા શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે આ તમામ વિદ્યાર્થીનીઓ એ દત્તક તરીકે લેવામાં આવતા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ માં ખુશી ની લાગણી જોવા મળી હતી.આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ એ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.તો સાથે જ શાળા દ્વારા દીકરીઓ દત્તક લેવાનો દાખલો અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ સાબિત થાય તે જરૂરી છે.