Western Times News

Gujarati News

મોડાસાની ખાનગી હોસ્ટેલ પર હુમલો કરનાર શખ્શોની ધરપકડ માંગ સાથે મહારેલી 

ભિલોડા: ૨૫ જાન્યુઆરીની રાત્રીએ અરવલ્લી જીલ્લા પોલીસવડા કચેરીની સામે ૫૦૦ મીટર દૂર મોડાસાની તત્ત્વમ આર્કેડમાં આવેલ ખાનગી હોસ્ટેલના રેક્ટર પર હિરેન ચૌધરી અને તેના મળતિયાઓએ મારઝૂડ કરી હિરેન ચૌધરી નામના શખ્શે વોશબેસીનની પાઈપ તોડી નાખી પાઈપ છેડે લાગેલ લોખંડ ના બોલ્ટ રેક્ટરના માથામાં અને શરીરના ભાગે ઝીંકી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી આ અંગે મોડાસા ટાઉન પોલીસે બીજે દિવસે ફરિયાદ નોંધી હતી.

આ ગુન્હાના આરોપીઓની ધરપકડ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા કલેક્ટર અને એસપીને ત્રણ દિવસ અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા તેમ છતાં આ ઘટનાને ૧૨ દિવસ થવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા કચ્છી પટેલ સમાજના લોકોએ ઉમિયા માતાજી મંદિરથી મહારેલી યોજી વધુ એકવાર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસતંત્રમાં રહેલા અમુક તત્વો દ્વારા આરોપીઓને આગોતરા જામીન લેવા પૂરતો સમય આપવામાં અને ધરપકડ ન થાય તેવું ઈચ્છી રહ્યો હોવાનું જણાવ્યું હતું

મોડાસા શહેરના ઉમિયા માતાજી મંદિર પરિસરમાં જીલ્લાના કચ્છી પટેલ સમાજના અગ્રણીઓ,યુવાનો, મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ખાનગી હોસ્ટેલના રેક્ટર પર હુમલો કરનાર ૭ શખ્શો માંથી એક આરોપી છોટા ઉદેપુરમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે હું ધનસુરનો હિરેન ચૌધરી છું ધનસુરા-બાયડ અને ગાંધીનગર  કોર્ટમાં અનેક કેસ ચાલતા હોવાનું જણાવી

તમે મારુ શું તોડી લેવાના છો..? પોલીસ ડિપાર્ટમેન્ટ મારુ જ છે તમારાથી જે તોડી લેવાય એ તોડી લેજો કહી હોસ્ટેલ સંચાલકને સમાધાન કરી લેવા જણાવેલ આમ ખુલ્લેઆમ ધમકીઓ આપ્યા પછી પણ આજદિન સુધી પોલીસતંત્રએ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તો આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવેની માંગ કરી પોલીસતંત્રમાં રહેલા અમુક તત્વો દ્વારા આરોપીઓને આગોતરા જામીન લેવા પૂરતો સમય આપવામાં અને ધરપકડ ન થાય તેવું ઈચ્છી રહ્યો હોવાનું જણાવ્યું હતું

કચ્છી પટેલ સમાજના યુવાનોમાં મોડાસા ટાઉન પોલીસતંત્રની કામગીરી સામે આક્રોશ 

ખાનગી હોસ્ટેલના સંચાલક અને યુવાનોએ આક્રોશ પૂર્વક  જણાવ્યું હતું કે, મોડાસા ટાઉન પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે ખાનગી હોસ્ટેલમાં રેક્ટર પર હુમલો કરનાર અને સીસીટીવી કેમેરામાં દેખાતો શખ્શ પોલીસસ્ટેશનમાં હાજર હોવા છતાં અને આ અંગે ફરજ પરના  કોન્સ્ટેબલને જાણ કરવા છતાં આ શખ્શનો ફરિયાદમાં ઉલ્લેખ કરવાનું ટાળી ધરપકડ નહિ કરતા હુમલાખોર શખ્શને છાવરવામાં આવ્યો હતો અને  આરોપીના બચાવમાં પોલીસતંત્રએ કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું  આરોપીઓની ધરપકડ નહિ થાય તો આગામી સમયમાં આરોપીઓને પકડવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.