મોડાસાની ઝલક સોસાયટીમાં સમી સાંજે તસ્કરો બંધ મકાનમાં ત્રાટકી લાખ્ખોની ચોરી કરી
વરસાદ શરુ થયો અને ચોર કળા કરી ગયા
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાટને તસ્કર ટોળકીએ પ્રથમ દિવસે જ ચેલેન્જ આપી રહી હોય તેમ મોડાસા શહેરની ઝલક સોસાયટીમાં બંધ મકાનમાં વરસાદી માહોલમાં ત્રાટકી ૭૦ હજાર રોકડા અને ૧૦ તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ જતા ચકચાર મચી હતી સમી સાંજે ઘરમાં તસ્કરો તસ્કરોએ ધાપ મારતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા પોલીસ પણ દોડી આવી પ્રાથમિક તપાસ હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શહેરના ડુગરવાડા રોડ પર આવેલી ઝલક રેસીડેન્સી સોસાયટીમાં અલ્તાફ નોરી અને તેમનો પરિવાર રહે છે અલ્તાફ નોરી કુવૈત છે બુધવારે સાંજે કામકાજ અર્થે અલ્તાફ ભાઈના પત્ની નૂરજહાંબેન નજીકની સોસાયટીમાં રહેતા તેમના માતા-પિતાને ઘરને બંધ કરીને ગયા હતા આ તકનો લાભ લઈ ગણતરીના સમયમાં વરસતા વરસાદનો લાભ લઈ તસ્કરો ત્રાટકી તિજોરી અને કબાટમાં રાખેલા ૭૦ હજાર રૂપિયા રોકડા અને ૧૦ તોલા સોનાના દાગીના લઈ રફુચ્ચકર થઈ ગયા હતા નૂરજહાં બેન ઘરે આવતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હોવાની સાથે ઘરમાં માલસામાન વેરવિખેર હાલતમાં જોતા બુમાબુમ કરી મુકતા લોકો દોડી આવ્યા હતા સમી સાંજે ચોરીની ઘટના બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથધરી હતી