મોડાસાની દુષ્કર્મ પીડિતાને ન્યાય આપવવા કલોલ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું
મોડાસા:મોડાસા તાલુકાના સાયરા ગામની યુવતીનું અપહરણ કરી તેના પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.માતા પિતાએ શોધખોળ કરીને પોલીસમાં જાણ કરી હતી.પરંતુ પોલીસે તપાસ કરીએ છીએ એમ કહીને FIR લીધી નહોતી.ચાર દિવસ પછી ચાર નરાધમોએ યુવતી પર સામુહિક બળાત્કાર કરીને હત્યા કરીને તેની લાશ અમરાપુર ખાતેના એક વડલા પર ઉંચેના ભાગે લટકાવી દીધી હતી. ચાર દિવસ બાદ પોતાની વ્હાલ સોયી દીકરી કાજલની લાશ ઝાડ પર લટકતી મળી હતી.
કુટુંબ ઉપર આભ ફાટી જાય તેવું થયું હતું.લાશ મળવા છતાં પણ FIR ના થાય એ કેવું કહેવાય.? છેવટે પાંચ દિવસ બાદ સિવિલ અમદાવાદ ખાતે પોસ્ટમર્ટમ કરાતાં તેના પર સામુહિક બળાત્કાર થયાનો રિપોર્ટ આવ્યો હતો.આ જાણતાં જ મોડાસા ઉપરાંત ઠેર ઠેર સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.આજ રોજ કલોલમાં બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદાર ને આવેદન આપી ન્યાયિક તપાસ કરી આ નરાધમોને જાહેરમાં ફાંસી અને પીડિતાના પરિવાર ને 50.00000 પચાસ લાખની સહાય કરવા સરકારને રજુઆત કરેલ છે.સુત્રોચ્ચાંર સાથે ગૌરવ સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ ન્યાયિક તપાસ કરી બળાત્કારીઓને આકરામાં આકરી સજા આપી સમાજમાં દાખલો બેસાડવા આવેદન પત્રમાં રજુઆત કરેલ છે.