મોડાસાની માઝુમ નદીનું અસ્તિત્વ ખતરામાં
રિવરફ્રન્ટની વાતો વચ્ચે ગટરનું પાણી, મૃત પશુઓનો નિકાલ નદીમાં કરાતો હોવાથી રોગચાળાનો ભય
મોડાસા, મોડાસાની સુંદરતામાં વધારો કરતી માઝુમ નદીમાં ક્ચરાના ઢગલાં ખડકાયા છે. નદીની અંદર ચારે બાજુએ જંગલી વેલ અને જુદી-જુદી વનસ્પતિના કારણે નદી ક્યાંય દેખાતી નથી. માઝુમ નદીમાંથી ખનિજ ચોરી બાદ નદીનું અસ્તિત્વ જાેખમાયું છે.
ગંદકીથી ખદબદતી માઝુમ નદીમાં હવે પ્લાસ્ટિકનો ક્ચરો ઊભરાતા નદી ક્ચરા પેટીનું સ્વરૂપ ધારણ કરી રહી છે. નગરપાલિકા તેમજ શહેરીજનો દ્વારા અશુદ્ધ તેમજ શહેરીજનો દ્વારા અશુદ્ધ તેમજ ગટરનું પાણી નદીમાં ઠાલવવામાં આવે છે. આવી ગંદકીના કારમે નદી દુર્ગંધ મારતી થઈ છે.
માઝુમ ડેમથી સાયરા, ગેબીનાથ મહાદેવ, શામળાજી હાઈવે, સબલપુર હાઈવે, કોર્ટ રસ્તો અને પહાડપૂર આ તમામ વિસ્તારમાંથી માઝુમ નદી પસાર થાય છે. આ વિસ્તારમાં દિવસેને દિવસે નવી નવી ઈમારતોની પ્રોટેક્શન દીવાલો અધિકારીઓની રહેમ નજર હેઠળ બનવાના કારણે નદી સાંકડી થતી જાય છે.
માઝુમ નદીના પાંચ કિલોમીટરના અંતરે રહેણાંક વિસ્તાર આવેલ છે. આગામી સમયમાં ભારે વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવાનું થાય તો શહેરીજનોને ભારે નુકસાન ભોગવવું પડે તેમ છે. પાણીના અવરોધના લીધે જાનહાનિ થાય તેમ તેવી પણ શક્યતા રહેલી છે. શહેરમાં પુરની સ્થિતિ ઉભી થવાની પરિસ્થિતિ અણધડ આયોજન કારણભૂત બની શકે છે.
નગરપાલિકાની ઘોર બેદરકારી કારણે આજે નદીનું અસ્તિત્વ જાેખમમાં છે. મૃત્યુ પામેલા પશુઓનો નિકાલ પણ મોટા ભાગે નદીમાં કરવામાં આવે છે.
મોડાસા ખાતે પમ વર્ષાે પહેલાં રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા અહીં ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ભૂમિપૂજન કર્યા બાદ જાણે તંત્ર અહીં રિવરફ્રન્ટ બનાવવાનું ભૂલી ગયું છે. ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી.
પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા હવે ગંદકીના ઠગ નદીમાં જાેવા મળે છે. હાલમાં જ નદીમાં જે પ્રકારની ગંદકી વધી છે, તેના કારણે રોગચાળાની સ્થિતિ ઊભી થઈ શકે છે. મોડાસા નગરપાલિકાના અણધડ વહીવટના કારણે આજે રિવરફ્રન્ટનું સ્વપ્ન રોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.