મોડાસાની સબજેલમાં ૧૨૮ કેદી સજા પછી સ્વમાનભેર જીવન વિતાવી શકે સ્વરોજગાર તાલીમનું આયોજન
જેલમાં બંધ કેદી બંદીઓ જેલ મુક્ત થાય અને પોતાના પગભર થાય તે હેતુથી અરવલ્લી જિલ્લાની સબ જેલમાં સ્વરોજગાર તાલિમનું આયોજન કરવામાં આવ્યું છે, દસ દિવસના કેમ્પમાં જેલના કેદીબંદીઓને વિવિધ પેપર આઈટમ બનાવવાની તાલિમ આપવામાં આવશે જેમાં દેના ગ્રામિણ સ્વરોજગાર તાલિમ સંસ્થા હિંમતનગર દ્વારા આયોજિત દસ દિવસના સ્વરોજગાર પેપર બેગ, પેપર ફાઈલ, કવર બનાવવાની તાલિમ કેદીબંદીઓને આપવામાં આવશે.
જેલમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી કેદીબંદીઓને રોજગારી આપવા માટે આ પ્રકારે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, આ તાલીમની પ્રથમ બેચમાં 35 કેદીઓ જોડાયા છે.. જેલને સાચા અર્થમાં સુધારણા કેન્દ્ર બનાવવાની દિશામાં કેદીઓને સ્વરોજગારીની તાલીમ આપવામાં આવી રહી છે.. જેથી આગામી સમયમાં કેદીબંદીઓ રોજગારી મેળવી તેમનું અને તેમના પરિવારનું ગુજરાન સરળતાથી કરી શકે,, આ માટે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડી.જે.વણકર સહિત જેલનો સ્ટાફ દ્વારા કેદી બંધુઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.