મોડાસાની સરકારી એન્જીનીયરીંગ કોલેજના અધ્યાપકોએ કાળા પહેરવેશ સાથે વિરોધ નોંધાવ્યો : – સાતમા પગાર પંચનો અમલ કરવાની માંગ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સરકારી એન્જીનીયરીંગ અને પોલિટેક્નિક કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોને સરકાર દ્વારા સાતમા પગાર પંચનો લાભ આપવામાં ન આવતા તેમજ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવતા અધ્યાપકો દ્વારા સરકાર સામે વિરોધનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે.બુધવારે મોડાસા સરકારી એન્જીનીયરીંગમાં ફરજ બજાવતા અધ્યાપકોએ સાતમા પગાર પંચની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી કાળા કપડાં ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.મોડાસાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સાતમા પગાર પંચની માંગ સાથે કોલેજના સીત્તેરથી વધારે અધ્યાપકોએ પગાર પંચની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
હાલ કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે અને તેમણે શાંતિપૂર્ણ સાતમા પગાર પંચની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો,અધ્યાપકોનું કહેવું છે કે, કેટલાય સમયથી તેઓ સાતમા પગંર પંચની માંગ કરી રહ્યા છે,, એટલું જ નહીં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખીને તેઓ તેમના હક્કની માંગ કરી રહ્યા છે, પણ તેઓની માંગ હજુ સુધી સંતોષવામાં નથી આવી. તેમની માંગ છે કે, ૧ જાન્યુઆરી ૨૦૧૬ ના વર્ષથી સાતમા પગાર પંચનો લાભ મેળવવાની માંગ સાથે કાળા કપડાં ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
આંદોલનકારી પ્રધ્યાપકોના જણાવ્યા અનુસાર,મોટા ભાગના કર્મચારીઓને આનો લાભ મળી ચૂક્યો છે પરંતુ એન્જીનીયરીંગ,પોલિટેક્નિક અને ફાર્મસી કોલેજમાં ફરજ બજાવતા અંદાજે ૪ હજાર જેટલા જેટલા પ્રધ્યાપકને સાતમા પગાર પાંચથી વંચિત રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.એક વર્ષ અગાઉ ટેકનીકલ શિક્ષણની સંસ્થાઓના અધ્યાપકો માટે ૭માં પગારપંચની ભલામણો પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
જેને એક વર્ષનો સમય વિતવા છતાં ગુજરાત સરકાર દ્વારા ટેકનીકલ શિક્ષણની સંસ્થાઓમાં ફરજ બજાવતા અધ્યાપકો ને સાતમાં પગારપંચનો લાભ આપવામાં ન આવતા તેમજ સાતમાં પગાર પંચનો અમલ કરવા માટે અનેકવાર રજુઆતો કરવા છતાં સરકાર દ્વારા ટેકનીકલ અધ્યાપકોના પડતર પ્રશ્નોનો કોઇ સંતોષકારક ઉકેલ લાવવામાં ન આવતા અધ્યાપક મંડળ ગુજરાત રાજ્ય દ્વારા પોતાની પડતર માંગો ને લઇ સરકાર સામે આંદોલન નો માર્ગ અપનાવવામાં આવ્યો છે.