મોડાસાની સ્વર્ણિમ રેસિડેન્સીમાં પરિવાર ઉંઝા ઉમિયા માતાના દર્શને નીકળ્યો ,રાત્રીએ તસ્કરો ત્રાટક્યા
(પ્રતિનિધિ)ભિલોડા, શિયાળાની શરૂઆત થતાની સાથે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ગેંગ અને તસ્કર ટોળકી સક્રિય થઈ બંધ મકાન અને દુકાનોને નિશાન બનાવી સતત ચોરી, લૂંટની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રને પડકાર ફેંકી રહી છે મોડાસા શહેરમાં આવેલી સ્વર્ણિમ રેસિડેન્સીમાં રાત્રીના સુમારે બે બંધ મકાનમાં ૫ ઘરફોડ ચોર ત્રાટકી ૫૦ હજારથી વધુના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા .
મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી સીસીટીવી કેમેરાના રેર્કોડિંગના આધારે તપાસ હાથધરી હતી
સ્વર્ણિમ રેસિડેન્સીમાં રહેતા ચિરાગભાઈ પટેલ અને તેમનો પરિવાર ઉંઝામાં લક્ષ્મીચંડી મહાયજ્ઞમાં માં ઉમિયાના દર્શન કરવા નીકળ્યા હતા તેમની બાજુમાં રહેતા મધુબેન મનુભાઈ પ્રજાપતિ પણ બહારગામ જતા ગત રાત્રીએ ૫ તસ્કરો ડ્રિલ મશીન સાથે ત્રાટક્યા હતા અને બંને બંધ મકાનના નકુચા તોડી ઘરમાં પ્રવેશી મધુબેન પ્રજાપતિના ઘરમાં તિજોરી અને કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૭૦ હજારથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી ચિરાગભાઈના ઘરેથી રેકોડ રકમ કે ચીજવસ્તુ હાથ ન લાગતાં માલસામાન વેરવિખેર કરી ફરાર થઈ ગયા હતા ઘરફોડ ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ચોરીની ઘટનાની જાણ થતા બંને મકાન માલિકો ઘરે દોડી આવ્યા હતા ઘરમાં તસ્કર ટોળકી કમાલ કરી જતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ સ્વર્ણિમ રેસિડેન્સીમાં દોડી આવી હતી બંને બંધ મકાનમાં ચોરીની પ્રાથમિક તપાસ હાથધરી હતી. મોડાસા ટાઉન પોલીસે સ્વર્ણિમ રેસિડેન્સીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ઘરફોડ ગેંગ કેદ થતા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ઘરફોડ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.