Western Times News

Gujarati News

મોડાસાની ૧૯ વર્ષીય નિલાંશી પટેલે પોતાના જ લાંબા વાળનો સતત ત્રીજા વર્ષે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાની નિલાંશી પટેલ સૌથી આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવે છે. ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અગાઉ નામ નોંધાયુ હતુ. ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડયો છે અને ૧૯૦ સે.મી. લાંબા વાળ સાથે સતત બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો નિલાંશી પટેલે સતત ત્રીજા વર્ષે એટલે કે ૨૦૨૦ માં પણ લાંબા વાળમાં દબદબો યથાવત રાખતા ૨૦૦ સે.મી લાંબા વાળ સાથે નવો ગીનીશ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે

સૌપ્રથમ ૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ નો વર્લ્ડ રેકોર્ડ નિલાંશી ધરાવે છે અને ગત વર્ષ પણ પોતાનો જ રેકોર્ડ તેણે તોડયો હતો સતત ત્રીજા વર્ષ-૨૦૨૦ માં પણ તેને ૨૦૦ સે.મી વાળની લંબાઈ વધારી તેનો જ રેકોર્ડ તોડી સમગ્ર વિશ્વમાં તેનો દબદબો યથાવત રાખ્યો છે મોડાસા તાલુકાના સાયરાના શિક્ષક દંપતિ બ્રિજેશભાઈ પટેલ અને કામિનીબેનની દિકરીએ આ સિધ્ધી હાંસલ કરતાં સમગ્ર દેશનુ નામ રોશન કર્યુ છે.

આ અગાઉ નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે લિમ્કાબુકમાં નોધણી કરાવી હતી. હવે સતત ત્રણ વર્ષથી ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી રહ્યુ છે. નાનપણથી જ સૌથી લાંબા વાળ રાખવાની તમન્ના ધરાવતી નિલાંશી હાલ ગાંધીનગર આઈઆઈટીમાં એડમિશન મેળવ્યું છે ભણવામાં પણ અવ્વલ છે. સાથે જ ટેબલ ટેનિસ અને તરણ સ્પર્ધાની કુશળ ખેલાડી છે.

આમ તો રમતો દરમિયાન પોતાના વાળનુ ખાસ ધ્યાન રાખવુ પડતુ હોય છે ત્યારે નિલાંશી રમતની સાથે પોતાના માથાના વાળની પણ ખુબ જ કાળજી રાખે છે. નાનપણ થી જ નિલાંશી અને તેના માતા-પિતાની ઈચ્છા હતી કે, વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે. વાળની કાળજી રાખવાનુ શરૂ કર્યુ અને બે વખત ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. ર૦૧૮માં ૧૭૦ સે.મી લાંબા વાળ સાથે ઈટલીના રોમ ખાતે આ રેકોર્ડ સર્જાયો હતો અને આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડયો હતો.

૧૮ વર્ષથી નીચેની ઉંમરે ર૦૧૮, ર૦૧૯ અને ૨૦૨૦ એમ સતત ત્રણ વર્ષ સુંધી પોતાનું નામ ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે. લાંબા વાળનો રેકોર્ડ દર વર્ષે અલગ અલગ દેશોના નામે હોય છે,પરંતુ લોન્ગેસ્ટ ઓફ હેયર ટીનેજર્સમાં નિલાંશીએ ભારતનો ડંકો વગાડયો છે. આગામી સમયમાં પણ સૌથી લાંબા વાળમાં તે વિશ્વમાં પ્રથમ રહેવા માગે છે.

નિલાંશી અભ્યાસમાં પણ અવવ્લ ગાંધીનગર આઈઆઈટીમાં કેમિકલ એન્જીનિયરિંગમાં પ્રેવેશ મેળવ્યો 

ધો-૧ર સાયન્સ બાદ નિલાંશી અભ્યાસમાં પણ અગ્રેસર છે હાલ ગાંધીનગર આઈઆઈટીમાં કેમિકલ એન્જીનીયરીંગ સ્ટ્રીમમાં એડમિશન મેળવ્યું છે અને આઈઆઈટીએન બનવા માંગતી હોવાનું જણાવ્યું હતું મહિલાઓ અને યુવતીઓને સંદેશ આપવા માગે છે. લાંબા વાળ કોઈ મુશ્કેલી સર્જતા નથી. વાળ એ કુદરતી છે.તેની જેટલી માવજત કરીએ તેટલી ઓછી. આજ કાલ ટૂંકા વાળ રાખવાની ફેશન છે નિલાંશી પટેલે જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.