Western Times News

Gujarati News

મોડાસામાં આદિવાસી સમાજના ધરણા, પરંપરાગત નૃત્ય સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર 

જીત હરેશભાઈ ત્રિવેદી : ભિલોડા:૨૩ જાન્યુઆરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો આંદોલન કરી રહ્યા છે અને હાલ ધરણા પર બેઠા છે એલઆરડી ભરતીમાં અનામતમાં સમાવિષ્ઠ મહિલાઓને અન્યાય થતા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવામાં આવેની માંગ સાથે ધરણા અને પ્રદર્શન કરવા છતાં રાજ્ય સરકાર ગંભીર નોંધ લેવામાં નિષ્ફ્ળ રહેતા આદિવાસી સમાજ દ્વારા ગામડે ગામડે અને જીલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જેમાં આદિવાસી સાંસદ, ધારાસભ્યો તેમજ વિવિધ પાર્ટીના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે.

ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આદિવાસી સમાજના રાજેન્દ્ર પારઘી,પી.સી.બરંડા સહિતના અગ્રણીઓએ અને આદિવાસી સમાજે ધરણા યોજી, પરંપરાગત નૃત્ય સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

મોડાસામાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, નેસ વિસ્તારમાં રહેતાં હોય તે સિવાયના રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકોને ખોટા પ્રમાણપત્રો રાજ્ય સરકારે આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે ખોટા પ્રમાણપત્ર રદ્દ કરવા અને લેનાર તથા આપનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ૨૯-૧૦-૧૯૫૬ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી ગીર, બરડો અને આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે.તેમને ઓબીસીમાં સમાવેશ કરવા ભારત સરકારમાં દરખાસ્ત કરવી અને ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ ગેરબંધારણીય તમામ ઠરાવો, પરિપત્રો મૂળ અસરથી રદ કરવામાં આવેની માંગ કરી હતી તદુપરાંત એલઆરડી ભરતીમાં પણ આદીવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રજુ કરવામાં આવ્યા હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ સમગ્ર મામલે સાચા આદિવાસી અધિકાર બચાવો સમિતિ અને ગુજરાત આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમાજ

દ્રારા રોષ ઠાલવવામાં આવ્યો હતો

જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીના જણાવ્યા અનુસાર 

છેલ્લા ઘણા વર્ષોથી સરકારની મીલીભગત થી ખોટા આદિવાસી પ્રમાણપત્રો મેળવી જે લોકો આદિવાસી નથી તે લોકો આદિવાસી સમાજનો હક્ક છીનવી રહ્યા છે રાષ્ટ્રપતિએ આદિવાસી તરીકે ઘોષિત કર્યા જ નથી તેવા લોકો ભ્રષ્ટાચાર આદરી સરકારની મીલીભગત અને વિવિધ રાજકીય પક્ષો તેમની વોટબેન્ક સાચવવાની રાજનીતિના પગલે આ  બની બેઠેલા   આદિવાસી લોકો અભ્યાસ અને નોકરીક્ષેત્રે લાભ મેળવી રહ્યા હોવાથી મૂળભૂત આદિવાસી પોતાના બંધારણીય હકથી વંચિત રહી જાય છે ખોટા આદિવાસી પ્રમાણપત્રો મેળવનાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી અને આદિવાસી સમાજના ન્યાય માટે મક્કમ પણે લડાઈ યથાવત રહેશેનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.