મોડાસામાં એક ઇંચ વરસાદ થી કૃષ્ણાપ્રિય ચાર્ય સોસયટીમાં જળબંબાકાર,પારસમાં રોડ પર પાણી ફરી વળ્યાં
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ સતત બીજા દિવસે હેત વરસાવતા સાર્વત્રિક વરસાદ થયો હતો મોડાસા શહેરની મેઘરજ રોડ પર આવેલી કૃષ્ણાપ્રિય ચાર્ય સોસાયટીમાં એક ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણીનો કાયમી નિકાલ ન હોવાથી તળાવ માં ફેરવાતા સોસાયટીના રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઢીંચણ સમા પાણી ભરાતા બાળકો અભ્યાસ થી વંચિત રહ્યા હતા પારસ સોસાયટીના નીચાણવાળા વિસ્તારના રોડ પર પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા અરવલ્લી જીલ્લામાં બે દિવસ થી વરસાદ ઝાપટા રૂપી પડતા અસહ્ય બફારા અને ગરમીથી પ્રજાજનોને રાહત અનુભવી હતી વાયુ વાવાઝોડાની અસર અને સતત બે દિવસ થી મેઘરાજાની પધરામણીથી ખેડૂતો ખેતી કામમાં જોતરાતા ખેતરોના સીમાડા ધમધમી ઉઠ્યા હતા. મંગળવારે પરોઢિયે ગાજવીજ સાથે મોડાસા શહેર સહીત જીલ્લાના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદી ઝાપટું પડતાની સાથે વીજળી ડૂલ થતા વારંવાર વીજળી ડૂલથી પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે.