મોડાસામાં કડવા પાટીદાર સમાજ નું ભવ્ય મહિલા સંમેલન યોજાશે

મોડાસા, શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહિલા સંમેલન ૨૦૨૨ બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર ના સભાગૃહમાં તા ૧૪/૫/૨૦૨૨ ને શનિવારે સવારે આઠ વાગ્યે યોજાશે. જેમાં સમાજ ના ગામેગામ થી ખુબ મોટી સંખ્યામાં દિકરીઓ બહેનો તથા માતૃશક્તિ ઉપસ્થિત રહેવાની હોઈ તેના આયોજન ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
અને પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમની ટીમ દ્વારા ગામેગામ મહિલા સંમેલન બાબતે સમાજ માં ચાલતા કુરિવાજો કૌટુંબિક મતભેદ દિકરા દિકરીઓ ના પ્રશ્નો તથા સામાજિક પ્રસંગે થતા બીનજરૂરી ખર્ચા તથા શિક્ષણ અને આરોગ્ય ની બાબતે હેતુ ઉદેશ આને સંમેલન ની ફલશ્રુતિ સમજાવતાં દરેક ગામની દિકરીઓ અને મહિલાઓ ઉત્સાહ વધારી સંમેલનમાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું. જેમાં ખુબ બહોળા પ્રમાણમાં મહિલાઓ નો પ્રતિસાદ મળી રહ્યો હતો.
ખુબ મોટી સંખ્યામાં ઉત્સાહ ભેર ભાગ લેવા નિર્ણય કર્યો હતો. આ સંમેલનમાં સામાજિક કાર્યકર અને પ્રસિદ્ધ મહિલા વક્તા મા-દિકરી સંમેલન ના પ્રણેતા સરદારધામ ના ઉપપ્રમુખ એમ.જી સાયંસ કૉલેજ ના પ્રોફેસર તથા કેન્દ્રીય ચેરપર્સન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના ડૉ. જાગૃતિબેન પટેલ તથા સ્તન રોગ વિશેષજ્ઞ અને તંત્રી શ્રી શક્તિ આરાધના મેગેઝિન ડૉ. ગીતાબેન પટેલ ( સર્જન સત્યા હોસ્પિટલ) અમદાવાદ થી મહિલા સંમેલન માં ઉપસ્થિત રહી જ્ઞાન રૂપી સંદેશ આપવાના છે.
સંમેલન માં આમંત્રિત મહેમાનો હસુમતીબેન પટેલ ,નીરુબેન પટેલ , અનિતાબેન પટેલ, રેખાબેન પટેલ, હીનાબેન પટેલ, છાયાબેન પટેલ, ચેતનાબેન પટેલ, મનીષાબેન પટેલ સમાજની પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તથા સમાજ સેવકની ધર્મપત્ની સંમેલન સફળ બનાવવા ઉપસ્થિત રહેવાની છે સમાજ નું પ્રથમ મહિલા સંમેલન યોજાતુ હોય ગામેગામ અને શહેરમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.