મોડાસામાં કારમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી લઈને એક બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો

(બકોરદાસ પટેલ, સાકરીયા) અરવલ્લી જિલ્લામાં એલસીબી પોલીસે મુખ્ય મથક મોડાસાના ડબગર વાડા વિસ્તારમાંથી કારમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી લઈને એક બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મોડાસા નજીક શીણાવાડમાં બિનરોકટોક બિન્દાસ્ત ચાલતા બિપીન જયસ્વાલના અડ્ડામાં પોલીસની રહેમનજર હેઠળ દારૂની રેલમછેલ ચાલતી હોય છે.
એલ.સી.બી.પીઆઇ એમ.જી.વસાવાએ પોતાને મળેલ બાતમી આધારે સાર્વજનિક હોસ્પિટલ જતા માર્ગે વોચ ગોઠવી હતી તે
દરમિયાન મોડાસાના ડબગર વાડા વિસ્તારમાં કારમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી લઈ જતી કારમાં બુટલેગરે પોલીસ પહેરો જોઈ કાર ભગાવી મૂકી હતી પણ એલસીબી પોલીસે એનો પીછો કરતા કાર મૂકી હમેશાં બને છે તેમ બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ કારમાંથી એલસીબી પોલીસે રૂ.49800ની કિંમતની 96 બોટલો કબજે લઈ કાર મૂકી ભાગી છૂટેલા મોડાસાના ગાંધીવાડામાં રહેતા બુટલેગર પિન્ટુ ઊર્ફે નવનીત જયસ્વાલ સામે પ્રોહીબિશન એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.