મોડાસામાં કોન્ટ્રાકટરે શ્રમિકોને તરછોડ્યા

સ્થાનિક કોર્પોરેટર અને લોકો મદદે પહોંચ્યા
મોડાસા નગર માં રહી મજૂરી કામ કરી પેટીયું રડતા પરિવાર દેશ કોરોના વાઇરલને નાથવા લોકડાઉન લાગુ કરતા ફયેલા પરિવાર ને બે દિવસ સોસાયટી ના માણસોએ અસરો આપી ભોજન આપ્યું છતાં કોન્ટ્રાક્ટરે શ્રમિકોની ખબર ના લેતા પરિવારે મોડાસા સર્વોદય નગર પાલિકા વિસ્તારના કોર્પોરેટર નિકેશ ભાઇ નો સંપર્ક કરતા તેઓ એ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી, શ્રમિકો ની વ્યથા સાંભળતા જ કોર્પોરેટર નિકેશભાઈ એ 15 દિવસ ચાલે એટલું કરીયાણા કીટ તૈયાર કરી આપતા શ્રમિક પરિવારે હાશકારો અનુભવ્યો હતો, આ સેવાયજ્ઞમાં સથી મિત્રો જોડાયા હતા અને જરૂરિયાત જણાય તો સંપર્ક કરવા કહ્યું હતું.