મોડાસામાં કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓ પર પુષ્પવર્ષા : ત્રિરંગો લહેરાવી, થાળી અને તાળીના નાદથી સન્માન
કોરોનાની મહામારીથી બચવા દેશ અને દુનિયા અથાક પ્રયત્ન કરી રહ્યાં છે કોરોનાનો પડકાર ઝીલીને એની સામે ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસતંત્ર,અને સરકાર સહિત વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યાં છે મોડાસા શહેરમાં અને કંટેઇન્ટમેન્ટ વિસ્તારમાં લોકડાઉનની અમલવારી માટે પોલીસતંત્ર ખડેપગે રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યું છે ત્યારે મોડાસા શહેરની બસ સ્ટેન્ડ પાછળની રહેણાંક સોસાયટી વિસ્તારમાં ફલેગ માર્ચમાં નીકળેલ પોલીસ પર સોસાયટીના રહીશોએ પુષ્પવર્ષા કરી બિરદાવી સ્વાગત કર્યું હતું
મોડાસા શ્હેરની બસ સ્ટેન્ડ પાછળ આવેલી વૃંદાવન, વિવેકાનંદ , શુભ લક્ષ્મી સહિતની સોસાયટી વિસ્તારના લોકોએ પોલીસની કામગીરીને બિરદાવવા તેમના સ્વાગત માટે તૈયારી કરી હતી. જીલ્લા પોલીસવડા મયુર પાટીલ, ડીવાયએસપી ભરત બસિયા,મોડાસા ટાઉન પોલીસ અને એલસીબી,ટ્રાફિક પોલીસની સંયુક્ત ફ્લેગ માર્ચ નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘરની બહાર આવીને તેમ જ બાલ્કનીમાંથી પોલીસ-કર્મચારીઓ પર પુષ્પવર્ષા કરી, ત્રિરંગો લહેરાવી, ભારત માતાકી જય અને તાળીઓ પાડી તથા થાળી વગાડીને પોલીસની કામગીરીને બિરદાવી હતી.ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કરતી પોલીસતંત્રનું ભવ્યાતિભવ્ય સ્વાગત જોઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ચહેરાઓ પર છુપી ખુશી જોવા મળી હતી