મોડાસામાં ઘર નજીક પાર્ક કરેલી ફોર્ચ્યુનર કાર ગાયબ થતા PWDના એન્જીનીયરે ફરિયાદ નોંધવી

ગાડી ચિતોડગઢ ટોલપ્લાઝાના CCTV માં કેદ
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે વાહનચાલકો પાસેથી પોલીસ અરજી લઈ સંતોષ માનતી હોય છે ત્યારે મોડાસા શહેરમાં લકઝુરિયસ કાર ચોરતી આંતરરાજ્ય ટોળકી સક્રીય થતા કારમાલિકોમાં ફફડાટ ફેલાયો છે.
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીમાં ઘર નજીક પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડી રાત્રીના સમયે ચોર ટોળકી લઈ પલાયન થઇ જતા ઘર નજીક પાર્ક કરેલી ૨૫ લાખની એસયુવી ગાડી ચોરાતાં કાર માલિક સહીત મોડાસા શહેરમાં ભારે ચકચાર મચી છે મોડાસા ટાઉન પોલીસે કાર ચોરીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે ગાડીના માલિકે મિત્રો સાથે ગાડીની શોધખોળ ચાલુ રાખતા રાજસ્થાનના ચિત્તોડગઢ સુધી ટોલટેક્ષ પર ચોરેલ ફોર્ચ્યુનર સાથે બે ચોર કેદ થયા પછી ગાયબ થઇ ગઈ હોવાનું કાર માલિકે જણાવ્યું હતું.
મોડાસા માર્ગ અને મકાન વિભાગમાં આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા નિર્મલ યશવંત ભાઈ ચૌધરી મોડાસાના મેઘરજ રોડ પર આવેલ કલ્પતરૂ સોસાયટીમાં રહે છે થોડા મહિના અગાઉ જ ફોર્ચ્યુનર ગાડી ખરીદી હતી રવિવારે પરિવાર સાથે ફોર્ચ્યુનર(ગાડી.નં-GJ 18 BJ 9898) લઈ બાયડ જઇ પરત ઘરે ફર્યા હતા.
રાબેતા મુજબ ફોર્ચ્યુનર ઘર નજીક પાર્કિંગમાં પાર્ક કરી સુઈ ગયા હતા સોમવારે સવારે ફોર્ચ્યુનર ઘર બહાર જોવા ન મળતા ફોર્ચ્યુનર ગાડીની આજુબાજુ અને મોડાસા શહેરમાં તપાસ કરવા છતાં મળી ન આવતા આખરે આસિસ્ટન્ટ એન્જીનીયરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે અજાણયા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ફોર્ચ્યુનર ગાડી ચોરાઈ જતા ગાડીના માલિક નિર્મલ ચૌધરી તેમના મિત્રો સાથે ફોર્ચ્યુનર ગાડીની શોધખોળ હાથધરાતા ફોર્ચ્યુનર ગાડી રાજસ્થાન તરફ લઈ જતા ચોર સીસીટીવીમાં કેદ થતા રાજસ્થાનમાં પહોંચી વીવીધ ટોલટેક્ષના સીસીટીવી ચેક કરતા ચિત્તોડગઢ નજીક આવેલા ટોલપ્લાઝાના સીસીટીવી કેમેરામાં ચોરેલ ફોર્ચ્યુનર સાથે બે ચોર પસાર થતા કેમેરામાં કેદ થયા બાદ ફોર્ચ્યુનર ક્યાં ગાયબ થઇ હોવાનું જણાવ્યું હતું.