Western Times News

Gujarati News

મોડાસામાં જગતના નાથ ઝરમઝર વરસાદમાં જગના દર્શનાર્થે નીકળ્યા

(પ્રતિનિધિ) મોડાસા, વરસાદી માહોલ ભક્તો માં અનેરો ઉત્સાહ ઃ ઠેર ઠેર અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં આજે ભગવાન જગન્નાથ યાત્રાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.૩૭ મી રથયાત્રા મોડાસા શહેરના માર્ગો પર ઝરમર ઝરમર વરસાદમાં દબદબાભેર નીકળી હતી ભગવાન બાલકદાસજી ના નિજમંદિરે થી નીકળેલી રથયાત્રામાં ભજન મંડળીઓ,બેન્ડવાજા,ઢોલી,અખાડાના કરતબો અને આકર્ષણ જમાવ્યું હતું મુસ્લિમ સમાજના બિરાદરોએ ચાર રસ્તા પહોંચેલી શોભયાત્રાનું ભવ્ય સ્વાગત કરતા કોમી એકતાના દર્શન થયા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં રથયાત્રા નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ધનસુરામાં જગનના નાથ ભજન કીર્તન સાથે નીકળતા દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લીધો હતો બાયડમાં સુંદરપુરા થી દ્રિતીય સમયે નીકળેલ રથયાત્રામાં માનવમહેરામણ ઉમટ્યું હતું.


અરવલ્લી જીલ્લામાં “હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી” જયઘોષ થી સમગ્ર જીલ્લામાં વરસતા વરસાદમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો મોડાસા શહેરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા અને શ્રદ્ધાળુઓ દ્વારા ૩૭મી રથયાત્રામાં ભગવાન જગન્નાથને રથમાં બેસાડી ને શોભયાત્રા નીકળવામાં આવી હતી મોડાસા શહેરની શેરીએ શેરીએ જગતના નાથ જગન્નાથ જગના દર્શનાર્થે નીકળતા દર્શનનો લ્હાવો લેવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ચાર રસ્તામાં મુસ્લિમ બિરાદરો અખ્તર ચિસ્તી, રજુ કટકટ, જાકીર બેલીમ, ઇકબાલ વેલ્ડીંગ, શાનું મલેક અને તેમની ટીમે રથયાત્રીઓને આઈસ્ક્રીમ થી મોં મીઠું કરાવ્યું હતું મોડાસા રથયાત્રા માર્ગ પર આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ,લાયન્સ ક્લબ, એફ.સી.સી ક્લબ સહીત વિવિધ સમાજ દ્વારા રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે લીંબુ સરબત, ચા પાણી,નાસ્તો,મિનરલ વોટર, છાસ,ગ્લુકોઝ બિસ્કિટ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોડાસા રથયાત્રાનું પ્રસ્થાન દેવરાજ ધામના મહંત શ્રી ધનગિરી મહારાજે કરાવ્યું હતું પ્રસ્થાન સમયે મહંત શ્રી કેશવદાસ જી મહારાજ (જાલીયાના મઠ),મહામંડલેશ્વર ૧૦૦૮ હરિકિશોરદાસજી મહંત શ્રી (ખાખચોક શામળાજી ) ,એસપી મયુર પાટીલ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ,નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ,અરવલ્લી ક્રેડાઈ પ્રમુખ કમલેશ પટેલ, , રથયાત્રા પ્રમુખ કિરીટ સુથાર,મંત્રી ભરત ભાવસાર,દિલીપ ભાવસાર,રમેશ કડિયા, નાન્હાલાલ પ્રજાપતિ, કલાબેન ભાવસાર,જલ્પા ભાવસાર સહીત નગરપાલિકાના કોર્પોરેટરો અને ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મોડાસા ચાર રસ્તા રથયાત્રા પહોંચતા શહેરના અગ્રણીઓ સહીતમોટી સંખ્યામાં નગરજનો અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથ ના દર્શન કરી “જય રણછોડ માખણ ચોર” ના નારા ગુંજી ઉઠ્‌યા હતા ભક્તોએ મગ અને જાંબુનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.