મોડાસામાં જાયન્ટ્સ અને સમગ્ર શિક્ષા અભિયાને પવિત્ર શ્રાવણ માસમાં સેવાની ધુણી ધખાવી

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: આર્થિક રીતે અક્ષમ દિવ્યાંગ પરિવારોને મોડાસા જાયન્ટ ગ્રુપ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાશન કીટ વિતરણ કાર્યક્રમ મોડાસા બી.આર.સી ભવન ખાતે યોજાયો હતો.
મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ બાળકો તેમજ આવા પરિવારજનોને રાશન તેમજ શાકભાજી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોડાસા જાયન્ટ્સ પરિવાર દ્વારા આ કીટ દિવ્યાંગ પરિવારોને આપવામાં આવી હતી.
કોરોના વાયરસની મહામારીમાં પણ જાયન્ટ ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મંદ લોકો ને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવાની કામગીરી કરી ચુક્યું છે,જે અનુસંધાને હાલ આ કામગીરી યથાવત રાખવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જાયન્સ ઝોન ઉપ પ્રમુખ નિલેશભાઈ જોષી,મોડાસા જાયન્ટસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ,મંત્રી પ્રવીણભાઈ પરમાર,જાયન્ટસના સભ્યો ભગીરથભાઈ નરેશભાઈ પારેખ,દક્ષેશભાઈ પટેલ,કિરણ પુજારા,અમિત કવિ,તારાચંદ મહેશ્વરી હાજર રહ્યા હતા. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી