મોડાસામાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર વજનકાંટા વધારવા માંગ બે જ કાંટા હોવાથી ખેડૂતોને હાલાકી
અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર નોંધણી પ્રક્રિયા થી મગફળી લઈ પહોંચતા ખેડૂતો અનેક પ્રકારની અડચણો અને ખરીદ કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાના અભાવે ભારે યાતનામાંથી પસાર થવું પડતું હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે મોડાસાના બાજકોટ માર્કેટયાર્ડમાં ઉભા કરાયેલ ટેકના ભાવે મગફળી કેન્દ્ર પર બે જ વજન કાંટા હોવાથી મગફળીની ધીમી ખરીદી થતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતો ખરીદકેન્દ્ર પર વધુ બે કાંટા વધારવામાં આવેની માંગ કરી રહ્યા છે વજનકાંટાની ઓછી સુવિધાના અભાવે ખુડૂતોને ભૂખ્યા તરસ્યા પડી રહેવું પડે છે મેઘરજમાં મજુર ઓછા હોવાથી મગફળી ખરીદીની ધીમી પ્રક્રિયાથી ખેડૂતો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે
મોડાસા તાલુકાના ખેડૂતોએ ટેકના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દરરોજ ૨૫ જેટલા ખેડૂતો મગફળી વેચાણ માટે પહોંચતા ખરીદ કેન્દ્ર પર વજન કાંટા પૂરતા પ્રમાણમાં ન હોવાથી મગફળીની ખરીદી મંથરગતિએ ચાલતા ખેડૂતોનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
ખરીદકેન્દ્ર પર મગફળી વેચાણ માટે વિવિધ વાહનો સાથે પહોંચતા ખેડૂતો ભૂખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો આવવાની સાથે વાહનોના ભાડા પણ ડબલ ચૂકવવા પડી રહ્યા હોવાની બૂમો ઉઠી છે ટેકના ભાવે ખરીદ કેન્દ્ર પર ખરીદ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ અપૂરતા વજન કાંટા હોવાથી લાચારી અનુભવી રહ્યા છે ત્યારે મોડાસાના બાજકોટ ખાતે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર બે વજન કાંટા વધારી ૪ વજન કાંટા કરવામાં આવે તો ખેડૂતોની યાતના ઓછી થાય તેવું ખેડૂતો અહેસાસ અનુભવી રહ્યા છે