મોડાસામાં પતંગની દોરીથી ઘવાયેલ ઘુવડને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી બચાવી લીધું
શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે ઘુવડ જેવા પક્ષીઓ જોવા મળતા નથી.ત્યારે ઉત્તરાયણના તહેવાર માં પતંગની દોરી ઝાડ થી લઈ રોડ ઉપર આવતા જતા લોકોને ઘાયલ કરે છે .કેટલા લોકો મૃત્યુ પામતા હોય છે. ત્યારે આવી જ એક દોરી ના કારણે આ ઘુવડ તેમાં લપેટાઇ ગયું હતું.
જેના થી ઘુવડ ને ઇજાઓ થતાં સોસાયટી વિસ્તારના યુવકોએ જીવદયા પ્રેમી નિલેશ જોશી. અમિત કવિ નો સંપર્ક સાધ્યો હતો ત્યારબાદ આ ઘુવડની વધુ સારવાર માટે રાજ્ય સરકારની ૧૯૬૨ કરૂણા હેલ્પલાઈનમાં ફોન કરતા થોડો સમય સુધી રાહ જોવી પડી હતી.
૧૯૬૨ ના આવતા અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ના ડોક્ટર નો સંપર્ક કરવો પડ્યો હતો ડોક્ટર એસ પી પટેલ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે આવી સરકારી ગાઇડલાઇન મુજબ પી પી કીટ પહેરિ ઘુવડ ની સારવાર કરવામાં આવી હતી.
આ ઘુવડ કોઈ ખોટા માણસોના હાથમાં ન આવી જાય તાંત્રિક વિદ્યા કરતા લોકોના હાથમાં ન આવે એ માટે સારવાર પછી ફોરેસ્ટ વિભાગની સોંપવામાં આવશે તેવું જીવદયાપ્રેમી નિલેશભાઈ જોશી જણાવ્યું હતું ડોક્ટર સુભાષ પટેલ ઘુવડની ઇજા ને સામાન્ય ગણાવી હતી થોડાક દિવસમાં સારું થઈ જશે ફોરેસ્ટ ખાતા માં રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું