મોડાસામાં બંધ મકાન સલામત રહેતું ન હોવાનું વધુ એકવાર પુરવાર થયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/20-scaled.jpeg)
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કર ટોળકી સક્રીય થતા સતત ચોરીના બનાવો બની રહ્યા છે મોડાસા શહેરમાં બંધ મકાન સલામત રહેતું ન હોવાની બૂમો ઉઠી રહી છે છેલ્લા દસ દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેણાંક મકાનોને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાઓ બનતા મોડાસા ટાઉન અને રૂરલ પોલીસનાનાઈટ પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે મોડાસાની ઋષિકેશ સોસાયટીમાં મકાન માલિક તેમની માતાની મરણોત્તર ક્રિયા કરવા વતન જતા અને ભાડુઆત પણ તેમના વતનમાં મકાન બંધ કરી જતા તસ્કરો બંધ મકાનમાં ત્રાટકી લાખ્ખો રૂપિયાની કરી રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી હતી
મોડાસા ટાઉન પોલીસે રાબેતા મુજબ કાર્યવાહી હાથધરી હતી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા અને પોલીસ પોઇન્ટ મુકવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે હજુ ટાઉન પોલીસ પંચનામું કરે તે પહેલા સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાકટર કાંતિભાઈ પટેલના બંધ મકાનમાં ધાડ પાડી હતી ટાઉન પોલીસતંત્રના નાઈટ પેટ્રોલીંગની તસ્કરોએ હવા કાઢી નાખી તસ્કરો ખુલ્લેઆમ ચેલેંજ આપી રહ્યા હોય તેવું સોસાયટીના રહીશો અહેસાસ અનુભવી રહ્યા છે
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા અને ભિલોડા પંથકમાં મેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા અલ્પેશ રાઠોડ અને તેમનો પરિવાર મકાન બંધ કરી વતનમાં જતા શુક્રવારે રાત્રીએ બંધ મકાનનું તાળું તોડી નકુચો તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી દોઢ લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી તેમજ મકાન માલિક મગનભાઈ અસોડીના રૂમનું તાળું તોડી ઘરમાં રહેલી તિજોરી અને રાચરચીલું તોડફોડ કરી ચાંદીના દાગીના લઇ રફુચક્કર થતા તેમના પાડોશીએ તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવતા તાબડતોડ માતાની મરણોત્તર ક્રીયામાં રોકાયેલ મકાન માલિક અને ભાડુઆત કોરોના વોરિયર્સ મોડાસા પહોંચી ઘરમાં થયેલી ચોરીની ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા